ચંદીગઢ (Chandigarh): પંજાબમાં શાસક કોંગ્રેસે સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીમાં મોટો વિજય મેળવ્યો છે. પાર્ટીએ અત્યાર સુધીમાં આઠ મહાનગરપાલિકાઓમાંથી 6 જીત મેળવી છે અને તે બેમાં આગળ છે. કોંગ્રેસે 109 નગરપાલિસામાંથી 63 પર વિજય મેળવ્યો છે. અકાલી દળે આઠ બેઠકો અને આમ આદમી પાર્ટીએ બે બેઠકો જીતી હતી.
અબોહર, ભટિંડા, બટલા, કપૂરથલા, મોહાલી, હોશિયારપુર, પઠાણકોટ અને મોગાની આઠ મહાનગરપાલિકાઓની 2302 વોર્ડ અને 109 સિટી કાઉન્સિલો માટે કુલ 9222 ઉમેદવાર મેદાનમાં હતા
રાજ્ય ચૂંટણી પંચે મોહાલી મ્યુનિસિપલ કોર્પોરેશનના બે મતદાન મથકો પર ફરીથી મતદાન કરવાનો આદેશ આપ્યો હતો, તેથી આ નિગમની મત ગણતરી ગુરુવારે કરવામાં આવશે. ઉમેદવારોમાં 2,832 અપક્ષ, 2307 શાસક કોંગ્રેસ અને 1569 ઉમેદવાર શિરોમણિ અકાલી દળના છે. ભાજપે 1003, આપ 1606 અને બીજેપીએ 160 ઉમેદવારો ઉભા કર્યા છે.
આપને જણાવી દઈએ કે પંજાબમાં એવા સમયે ચૂંટણીઓ યોજવામાં આવી છે જ્યારે છેલ્લા છ મહિનાથી ત્રણ નવા કૃષિ કાયદાઓ વિરુદ્ધ દેખાવો થઈ રહ્યા છે. ખેડુતો ત્રણ નવા કૃષિ કાયદા પાછા ખેંચવાની માંગ કરી રહ્યા છે.
પંજાબમાં હાલમાં કોંગ્રેસની સરકાર છે. અને કૃષિ કાયદાઓ આવ્યા પછી અહીં ભાજપની તરફેણમાં આમેય લોકો હોય એવુ લાગતુ નથી. પંજાબમાં 14 ફેબ્રુઆરીના રોજ સાત મહાનગરપાલિકાઓની ચૂંટણી યોજાઇ હતી. મળતા અહેવાલો મુજબ પંજાબમાં હાલમાં કોંગ્રેસ પાર્ટી અબોહર, ભથિંડા, કપૂરથલા, હોશિયારપુર, પઠાણકોટ, મોગા અને બાટલામાં ટોચ પર ચાલી રહી છે. પંજાબ રાજ્ય ચૂંટણી આયોગે (State Election Commission – SEC) મંગળવારે 14 ફેબ્રુઆરીના રોજ મતદાન દરમિયાન ગેરરીતિના અહેવાલો પ્રાપ્ત થતાં 17 ફેબ્રુઆરીએ એસએએસ નગર મહાનગરપાલિકાના બે મતદાન મથકો પર ફરી મતદાન કરવાનો આદેશ આપ્યો હતો.
પટિયાલાના પાટણ અને સમાના નગરપાલિકા પરિષદના ત્રણ મતદાન મથકો સિવાય છે, જ્યાં 14 ફેબ્રુઆરીએ ઇવીએમના (EVM) નુકસાન થયાના અહેવાલો બાદ મંગળવારે ફરીથી મતદાન યોજવામાં આવ્યું હતું. કમિશને આ બૂથોમાં અગાઉ થયેલા મતદાનને રદ કરવાની જાહેરાત કરી હતી અને 17 ફેબ્રુઆરીએ સવારે આઠ વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધી આ બંને બૂથ પર ફરીથી મતદાન કરવાનો આદેશ આપ્યો હતો. એસ.એ.એસ.નગરની સમગ્ર મહાનગરપાલિકાની મતગણતરી 18 ફેબ્રુઆરીએ યોજાશે.
રવિવારે પંજાબમાં મ્યુનિસિપલ ર્કોપોરેશન ચૂંટણીમાં સોથી વધુ મથકો પર 70% લોકોએ મતદાન કર્યુ હતુ. જો કે આ દરમિયાન ઘણા મથકો પર ઝઘડા અને બોલાચાલી થયા હતા.