National

પંજાબ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ સુનીલ જાખડ ભાજપમાં જોડાયા

ચંદીગઢ: પંજાબ(punjab) કોંગ્રેસ(Congress)ના ભૂતપૂર્વ પ્રમુખ સુનીલ જાખડ(Sunil Jakhar) ભાજપ(BJP)માં જોડાયા છે. દિલ્હીમાં પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડાની હાજરીમાં સુનીલ જાખડ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા. જેપી નડ્ડાએ કહ્યું કે તેઓ એક અનુભવી રાજકીય નેતા છે જેમણે તેમની રાજકીય કારકિર્દી દરમિયાન પોતાનું નામ બનાવ્યું હતું. નડ્ડાએ વધુમાં કહ્યું કે મને ખાતરી છે કે તેઓ પંજાબમાં પાર્ટીને મજબૂત કરવામાં મોટી ભૂમિકા ભજવશે. ઉલ્લેખનીય છે કે સુનીલ જાખડે થોડા દિવસો પહેલા સોશિયલ મીડિયા પર લાઈવ આવીને કોંગ્રેસને અલવિદા કહી રાજીનામું આપ્યું હતું.

ભાજપના પાર્ટી અધ્યક્ષ નડ્ડાએ જાખરને ભાજપનો ખેસ પહેરાવી પાર્ટીમાં આવકાર્યો હતો. 14 મેના રોજ પાર્ટી વિરોધી પ્રવૃત્તિઓના આરોપમાં કોંગ્રેસમાં તમામ પદો પરથી હટાવવામાં આવ્યા બાદ કોંગ્રેસ માંથી રાજીનામું આપ્યું હતું.

50 વર્ષ જૂનો સંબંધ તોડ્યો
કોંગ્રેસમાંથી રાજીમાનું આપ્યા બાદ સુનીલ જાખરે કહ્યું કે જો કોઈ પરિવાર સાથે 50 વર્ષનો સંબંધ તૂટી ગયો હોય તો તેમાં ઘણી મૂળભૂત બાબતો છે, કોઈની સાથે કોઈ અંગત ઝઘડો નહોતો. તેમણે વધુમાં કહ્યું કે મેં ક્યારેય પણ અંગત સ્વાર્થ માટે રાજનીતિનો ઉપયોગ કર્યો નથી. અમારી 3 પેઢીઓ 1972 થી 2022 સુધી કોંગ્રેસ પાર્ટી સાથે રહી છે.

સુનિલ જાખડ સીએમ પદની રેસમાં હતા
કોંગ્રેસ છોડવાના નિર્ણયની જાહેરાત કરતી વખતે તેમણે દિલ્હીમાં બેઠેલા કેટલાક નેતાઓ અને ખાસ કરીને અંબિકા સોનીને ટાંકતા કહ્યું હતું કે જ્યાં સુધી કોંગ્રેસને આવા નેતાઓથી આઝાદી નહીં મળે ત્યાં સુધી તે પંજાબમાં પોતાનો જન આધાર બનાવી શકશે નહીં. ઉલ્લેખનીય છે કે પંજાબમાં અમરિંદર સિંહે મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપ્યા બાદ સોનીએ ગયા વર્ષે કહ્યું હતું કે કોંગ્રેસે કોઈ શીખ નેતાને મુખ્યમંત્રી બનાવવા જોઈએ. જાખડ પોતે પણ મુખ્યમંત્રી પદની રેસમાં હતા.

જાખડ પર પાર્ટી વિરોધી ગતિવિધિઓનો આરોપ હતો
બીજેપી હેડક્વાર્ટર ખાતે આયોજિત પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જાખરે પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડા અને અન્ય વરિષ્ઠ નેતાઓની હાજરીમાં કેન્દ્રમાં શાસક પક્ષનું પ્રાથમિક સભ્યપદ લીધું છે. નડ્ડાએ જાખરને ભાજપનો પટ્ટો પહેરાવી પાર્ટીમાં આવકાર્યો હતો. પાર્ટી વિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ થવાના આરોપસર ગયા મહિને કોંગ્રેસમાંથી તમામ પદો પરથી હટાવવામાં આવેલા જાખરે 14મી મેના રોજ ફેસબુક પર દેશની સૌથી જૂની પાર્ટીને “ગુડ લક અને ગુડબાય કોંગ્રેસ” કહી હતી.

Most Popular

To Top