પંજાબ: (Punjab) પંજાબના પૂર્વ મુખ્યમંત્રી પ્રકાશ સિંહ બાદલનું (Prakash Singh Badal) મંગળવારે રાત્રે નિધન થયું. તેઓ 95 વર્ષના હતા. વરિષ્ઠ શિરોમણી અકાલી દળના નેતા પ્રકાશ સિંહ બાદલને શ્વાસ લેવામાં તકલીફની ફરિયાદ બાદ એક અઠવાડિયા પહેલા મોહાલીની ફોર્ટિસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ગયા અઠવાડિયે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે બાદલની તબિયત વિશે પૂછપરછ કરી અને તેમના ઝડપી સ્વસ્થ થવાની કામના કરી હતી.
પંજાબના પૂર્વ સીએમ પ્રકાશ સિંહ બાદલનું મંગળવારે મોહાલીની એક ખાનગી હોસ્પિટલમાં નિધન થયું હતું. તેઓ 95 વર્ષના હતા. તેઓ છેલ્લા ઘણા દિવસોથી હોસ્પિટલમાં દાખલ હતા. પ્રકાશ સિંહ બાદલ પાંચ વખત પંજાબના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. પ્રકાશ સિંહ બાદલનો જન્મ 8 ડિસેમ્બર 1927ના રોજ પંજાબના એક નાનકડા ગામ અબુલ ખુરાનાના જાટ શીખ પરિવારમાં થયો હતો. પ્રકાશ સિંહ બાદલની પત્ની સુરિન્દર કૌરનું પણ નિધન થઈ ચુક્યું છે. શિરોમણી અકાલી દળના પ્રમુખ સુખબીર બાદલ તેમના પુત્ર છે.
આઝાદીના વર્ષમાં રાજકારણમાં પગ મૂક્યો
પ્રકાશ સિંહ બાદલે 1947માં રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. 1957માં પ્રથમ વિધાનસભા ચૂંટણી જીતી. 1969માં પ્રકાશ સિંહ બાદલ ફરી ધારાસભ્ય બન્યા. જ્યારે પ્રકાશ સિંહ બાદલ 1970-71, 1977-80, 1997-2002 સુધી પંજાબના મુખ્યમંત્રી રહ્યા હતા. જ્યારે 1972, 1980 અને 2002 માં વિપક્ષના નેતા પણ હતા. પ્રકાશ સિંહ બાદલ સંસદ સભ્ય પણ રહી ચૂક્યા છે. તેઓ કેન્દ્રમાં મંત્રી તરીકે પણ રહી ચૂક્યા છે.