પુણે : આ વર્ષે કેરીના ભાવ આસમાને છે. ફળોના રાજા કેરી સામાન્ય પ્રજાની પહોંચની બહાર પહોંચી છે ત્યારે કેરીને EMI પર વેચવાની અનોખી સ્કીમ પૂણેના વેપારીએ શરૂ કરી છે. પૂણેના વેપારીએ હાફૂસ કેરી હપ્તે હપ્તે વેચવાની સ્કીમ લોન્ચ કરી છે.
હાફુસ (Hafus) કેરીને શ્રેષ્ઠ જાતો પૈકીની એક ગણવામાં આવે છે. આ હાફુસ કેરીને યુરોપીયન ભાષામાં આલ્ફોન્સો (Alphonso) કહેવામાં આવે છે. આ કેરીની કિંમત 1200 થી 1300 રૂપિયા પ્રતિ કિલો હોય છે. કેરી મોંઘી હોવાના કારણે મોટા ભાગના લોકો આ તે ખરીદી શકતા નથી. ત્યારે પુણેના એક વેપારીએ આ અલ્ફાન્સો કેરીને EMI પર વેચવાની અનોખી સ્કીમની શરૂઆત કરી છે.
પુણેના ગુરૂકૃપા ટ્રેડર્સ એન્ડ ફ્રૂટ પ્રોડક્ટસના માલિક ગૌરવ સન્સ દ્વારા આ અનોખી સ્કીમ શરૂ કરવામાં આવી છે. ગુરૂકૃપા સન્સના માલિક ગૌરવે આ કેરીને EMI પર આપવાની સ્કિમ વીશે જણાવતા કહ્યુ કે, લોકો રેફ્રિજરેટર, એસી, બાઈક જેવી મોંધી વસ્તુની ખરિદ્યી EMI પર કરી શકે છે તો કેરીની ખરિદ્યી કેમ EMI પર ના કરી શકે.
કેરી ખરીદવા ક્રેડિટ કાર્ડ હોવો જરૂરી છે
ગુરૂકૃપા ટ્રેડર્સ એન્ડ ફ્રૂટ પ્રોડક્ટસના માલિક ગૌરવે આ સ્કીમ વિશે માહિતી આપતા કહ્યું કે, જો લોકોને આ અલ્ફાન્સો કેરી ખરીદવી હોય તો તેમની પાસે ક્રેડિટ કાર્ડ હોવું જરૂરી છે. ક્રેડિટ કાર્ડ વગર આ હાફૂસ કેરી EMI પર મળશે નહીં. EMI પર કેરી ખરીદનારાઓએ 6 મહિના થી 12 મહિનામાં પેમેન્ટ ચૂકવવાનું રહેશે. દર મહિને આ કેરીનો EMI તેમના બાકીના અન્ય EMI ની જેમ જ બેંક ખાતામાંથી કપાશે.
ઓછામાં ઓછી 5,000 રૂપિયાની કેરી ખરીદવી પડશે
આ કેરીની ખરીદી કરવા માટે એક મર્યાદા નક્કી કરવામાં આવી છે. જે લોકો આ કેરી EMI સ્કીમ હેઠળ ખરીદવા માંગતા હોય તેઓએ ઓછામાં ઓછી 5,000 રૂપિયાની કેરી ખરીદવી પડશે. 5000 કે તેથી વધુ ની રકમની કેરી ખરીદનાર ને જ આ EMI સ્કીમનો લાભ મળશે.
આ અલ્ફાન્સો કેરીને પાકી ગયા પછી લગભગ એક અઠવાડિયા સુધી રાખી શકાય છે. આ કેરી કિંમતની દ્રષ્ટીએ પણ ભારતની સૌથી મોંઘી કેરી પૈકીની એક છે અને તે મુખ્યત્વે પશ્ચિમ ભારતમાં જોવા મળે છે. આ કેરીની સિઝન એપ્રિલ થી મે સુધીની હોય છે અને દરેક કેરીનું વજન 150 ગ્રામથી 300 ગ્રામની વચ્ચે હોય છે.