સુરતના પુણા વિસ્તારમાં આવેલી એક સોસાયટીમાં લૂંટ વિથ ગેંગરેપનો બનાવ બન્યો હતો. ઘરમાં ઘુસી પતિને બંધક બનાવી પરિણીતા પર ત્રણ લૂંટારાઓએ વારાફરતી ગેંગરેપ કર્યો હતો. એક આરોપીએ હવસ સંતોષવા બે કલાકમાં ત્રણ વાર પરિણીતા સાથે દુષ્કર્મ આચર્યું હતું. જેના લીધે પરિણીતાના પ્રાઈવેટ પાર્ટમાં સંખ્યાબંધ ઈજાઓ થઈ છે. પોલીસે આ કેસમાં એક આરોપીને ભાવનગરથી પકડી પાડ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ગઈ તા. 13 ફેબ્રુઆરી ગુરુવારના રોજ લૂંટના ઈરાદે ત્રણ ઇસમો દંપતિના ઘરમાં ઘુસી ગયા હતા. જે બાદ ચપ્પુ બતાવી પતિને બંધક બનાવ્યો હતો અને પત્નીને ધાબા પર લઈ જઈ બે ઈસમોએ દુષ્કર્મ આચર્યું હતું અને તેનો વીડિયો પણ ઉતાર્યો હતો. જતી વખતે રૂપિયા 30 હજાર અને બે બ્રેસ્લેટ પણ લૂંટી ગયા હતા.
પોલીસ હોવાનું કહી ઘરમાં ઘુસ્યા હતા
પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ, મૂળ ભાવનગરના વતની એવું દંપતી પુણાગામા પાસે એક સોસાયટીમાં ભાડાના મકાનમાં રહે છે. મકાનના નીચેના ભાગે કારખાનું ચાલે છે અને પતિ લેસ પટ્ટીના કારખાનામાં નોકરી કરે છે. ગુરુવારે દંપતિ રાત્રે જમીને સુઈ ગયું હતું. દરમિયાન મોડી રાત્રે ત્રણેક વાગ્યાના અરસામાં 3 શખ્સે તેમના મકાનનો દરવાજો ખખડાવ્યો હતો. દંપતિએ કોણ છે એમ પુછતા આ બદમાશોએ પોલીસ હોવાનું જણાવ્યું હતું જેથી પતિએ દરવાજો ખોલ્યો હતો.
ચપ્પુ બતાવી બદમાશે દુપટ્ટાથી પતિને બાંધ્યો
દરવાજો ખોલતા જ મોંઢા પર બુકાની બાંધેલા ત્રણ બદમાશ ચપ્પુ લઇને ઘરમાં ઘુસી ગયા હતા અને પતિને ચપ્પુ બતાવી મારી નાંખવાની ધમકી આપી હતી. અચાનક ઘરમાં આવેલા આ શખ્સોને જોઈને દંપતી ગભરાઈ ગયું હતું. દરમિયાન એક બદમાશે દુપટ્ટા વડે પતિને બાંધી દીધો હતો અન્ય બે પત્નીને ઢસડીને ઉપર ધાબા પર લઇ ગયા હતા. પત્નીએ છોડી દેવા માટે કાકલુદી કરી હતી પણ આ હવસખોરે વારાફરતી દુષ્કર્મ ગુજાર્યું હતું.
નરાધમે દુષ્કર્મ આચરી વીડિયો પણ બનાવ્યો
આરોપી નિકુંજ ઉર્ફે ડથ્થર ઉર્ફે બુલેટ ભીંગરાડિયાએ એકવાર રેપ કર્યા બાદ ફરી મહિલા પર પાશવી બળાત્કાર ગુજાર્યો હતો અને વીડિયો પણ બનાવ્યો હતો. ત્યારબાદ તે બન્ને નીચે આવ્યા હતા અને બાદમાં જતી વખતે 2 સોનાના બ્રેસલેટ અને રોકડ રૂ.30,000ની મત્તાની લૂંટ ચલાવી નાસી ગયા હતા. બનાવ અંગે પોલીસને જાણ કરતા પોલીસનો કાફલો દોડી આવ્યો હતો અને સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી હતી.

ભાવનગરથી મુખ્ય આરોપી પકડાયો
પોલીસે આ કેસમાં સીસીટીવીની મદદથી અમિત ઉર્ફે રઘુ રોકડા, નિકુંજ ભીંગરાડિયા અને દિનેશ ઉર્ફે છોટુ નામના આરોપીઓની ઓળખ કરી લીધી હતી. આ સાથે જ આરોપી ભાવનગર તરફ ભાગી ગયા હોવાની માહિતી મળતા ડીસીપી ઝોન 1ની ટીમ ભાવનગર રવાના કરવામાં આવી હતી. ભાવનગરથી મુખ્ય આરોપી નિકુંજ ભીંગરાડિયાની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે અન્ય આરોપીઓની શોધખોળ ચાલી રહી છે.
પીડિતાના પ્રાઈવેટ પાર્ટમાં ગંભીર ઈજા
પોલીસ દ્વારા ભોગ બનેલી મહિલાનું સ્મીમેર હોસ્પિટલમાં મેડિકલ ચેકઅપ કરાવવામાં આવ્યું હતું. જેમાં પ્રાથમિક રિપોર્ટમાં મહિલા સાથે એકથી વધુ વાર દુષ્કર્મ થયું હોવાનું સામે આવ્યું છે. આ સાથે જ બળજબરી કરવામાં આવી હોવાથી મહિલાના પ્રાઇવેટ પાર્ટમાં ઇજાઓ પણ હોવાનું જાણવા મળ્યું છે.
ભોગ બનનાર મહિલાને બે આરોપી પૈકી એક અગાઉ આ વિસ્તારમાં દેખાયો હતો
ભોગ બનનાર દંપતિના ત્રણ વર્ષ પહેલા જ લગ્ન થયા હતા. આ વિસ્તારના કારખાનામાં જ નોકરી કરતા હોવાથી ભાડે મકાન રાખીને રહેતા હતા. પોલીસ સમક્ષ ભોગ બનનાકે આપેલા નિવેદનમાં જણાવ્યું હતું કે, બે હવસખોર પૈકીનો એક અગાઉ ગીતાનગર વિસ્તારમાં દેખાયો હતો.
કારખાનાઓના ઘોંઘાટમાં પીડિતાની મદદ માટેની બૂમો કોઈને સંભળાઈ નહીં
હવસખોર પરિણિતાને ખેંચીને ઘાબા પર લઇ ગયા હતા. ત્યારે તેણીએ બુમો પણ પાડી હતી. જો કે, આ વિસ્તારમાં માત્ર 30 ટકા જ રહેણાંક હોય અને કારખાના પાસે હોવાથી તેની બુમો કોઇને સંભળાઈ ન હતી.
એકલા રહેતા દંપતીને ટાર્ગેટ કરે છે
જે આરોપીઓના નામ પોલીસને તપાસ દરમિયાન જાણવા મળ્યા છે તે રીઢા ગુનેગાર છે. આ આરોપીઓ એકલા રહેતા દંપતીને ટાર્ગેટ કરી આવું કૃત્ય કરવાની ટેવવાળા છે. તમામ આરોપી વરાછા વિસ્તારમાં રહે છે અને આજુબાજુમાં રહેતા સંખ્યબંધ લોકોને અગાઉ ટાર્ગેટ કરી ચૂક્યા છે.
