તા. 13-7-25ના મિત્રની રવિવારની પૂર્તિમાં ફાયર વોલ કોલમમાં રાજ ગોસ્વામીજીએ ખૂબ જ સુંદર રીતે આ વિષયને ન્યાય આપ્યો છે. અભિનંદન. હાલ ડિજિટલ વાચનનું પ્રમાણ વધતાં દેશમાં લાયબ્રેરી સંસ્કૃતિ મરણપથારીએ છે જે લાયબ્રેરી પોતાની રીતે ચાલી રહી છે ત્યાં પુસ્તકોની દેખરેખ ઉત્સાહજનક નથી. સફાઇ થતી નથી. જોઇએ તેવી સુવિધાઓ નથી. કર્મચારીઓનો પગાર મામૂલી હોય છે. મૂળ મુદ્દો વાચકો આવતાં ન હોવાથી કોઇ ઉત્સાહ ઉમંગ નથી. દેશમાં કુલ 54,856 સાર્વજનિક લાયબ્રેરીઓ છે. દેશનાં 29 રાજ્યો અને સાત કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી 19 રાજ્યોએ પુસ્તકાલય કાયદો પસાર કર્યો છે. જેમાંથી માત્ર પાંચ જ રાજ્યો લાયબ્રેરી સેસ વસૂલ કરે છે.
ગુલામીને કારણે દેશમાં લાયબ્રેરીનો જોઇએ તેવો વિકાસ થયો નથી. 1982માં મુંબઇ રાજ્યમાં 1890માં કર્ણાટક રાજ્યમાં 1910માં વડોદરા રાજ્યમાં લાયબ્રેરી અંગે જાગૃતિપૂર્વક કામગીરી થઇ હતી. વડોદરા રાજ્યમાં સર સયાજીરાવ ગાયકવાડ 1910માં અમેરિકાથી લાયબ્રેરી સાયન્સના તજજ્ઞ મિ. વિલિયમ એ. બોર્ડરને રાજ્યમાં લાયબ્રેરીના વિકાસ માટે લાવ્યા હતા. તેનો અલગ વિભાગ ખોલી મિ. બોર્ડરને તેની ધૂરા સોંપી. સાથે મોતીભાઇ અમીનને તેમના મદદનીશ રાખી રાજ્યમાં લાયબ્રેરીની પ્રવૃત્તિ વિકસાવી. ફળસ્વરૂપે ત્યારે રાજ્યમાં જ પ્રાંતિય લાયબ્રેરી 433 નગર લાયબ્રેરીઓ 618 જાહેર લાયબ્રેરીઓ 87 વાંચન ખંડો, 84 મોટી લાયબ્રેરીઓ શરૂ થઇ હતી.
વ્યારા – પ્રકાશ સી. શાહ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
ચાલો થોડું વિચારીએ
તાજેતરમાં સુરતમાં પાટીદાર સમાજની 19 વર્ષની ટયુશન શિક્ષિકા દીકરીએ એક આવારા યુવકની સતામણીને કારણે આત્મહત્યા કરી લીધાનો ગંભીર બનાવ બન્યો અને આખો પાટીદાર સમાજ રસ્તે ઊતરી પડયો. યાદ રહે, આ સમાજ રાજયનો સૌથી તાકતવર સમાજ છે. રાજકીય રીતે –વેપાર ધંધાથી Dv સામાજિક સંગઠનની રીતે ગુજરાતનો બીજો કોઇ સમાજ આટલો સક્રિય નથી. ગુજરાતમાં ગુંડાગીરીએ તો માઝા મૂકી છે પણ બીજા સમાજો બોલતા નથી.
તબોટાં પાડે છે. ગલીઓના નાકે પાનના ગલ્લે-ધર્મસ્થાનો પાસે સ્કૂલો ટયુશન કલાસો પાસે કે સોસાયટીમાં મૂકેલા બાંકડાઓ ઉપર મોડી રાત સુધી આવારા લુખ્ખાં તત્ત્વો ઉપર નજર રાખવી જરૂરી છે. કન્યાનાં વડીલો શું કરતાં હતાં? દીકરીનું શું ધ્યાન રાખ્યું.મુગ્ધાવસ્થામાં દીકરીઓ ગમે ત્યાં આવારા તત્ત્વોની જાળમાં ફસાય છે જેથી આવા બનાવો બને છે. જેમાં મોબાઈલ મોટો ભાગ ભજવે છે. મા બાપ વિચારે એ ખૂબ જરૂરી છે.
પાલનપુર, પાટિયા – જીતેદ્ર પાનવાલા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.