નવી દિલ્હી: PUBG પબ્લિશર ક્રાફ્ટનના ભારતીય યુનિટે (IndianUnit) એક ખાસ ગેમની (Game) જાહેરાત કરી છે. ક્રાફ્ટન ઈન્ડિયાએ (CraftonIndia) BGMI પછી ‘ગરુડ સાગા’ નામની ગેમની જાહેરાત કરી છે. જેનું પ્રી-રજીસ્ટ્રેશન (Pre-Registration) શરૂ થઈ ગયું છે. આ મોબાઈલ ગેમ ભારતીય થીમ પર સેટ છે અને યુઝર્સને એડવેન્ચર ગેમિંગનો અનુભવ મળશે.
- PUBG અને BGMI કંપનીએ નવી ગેમ ગરુડ સાગા લોન્ચ કરી
- ગેમ ભારતીય થીમ પર સેટ
- ધનુષ અને બાણ વડે કરશે ગેમર વાર
ક્રાફ્ટન ઈન્ડિયાએ અલ્કેમિસ્ટ ગેમ્સ સાથે મળીને આ ગેમ વિકસાવી છે. યુઝર્સને આ ગેમમાં ઘણા પ્લોટ જોવા મળશે. ખેલાડીઓએ ગરુડની ભૂમિકા ભજવવી પડશે, જે રાજા અલ્લુને ‘નરક’ના ઊંડાણમાંથી બહાર નીકળવામાં મદદ કરશે.
આ ગેમમાં શું ખાસ હશે?
આ ગેમમાં કુલ 19 ચેપ્ટર છે. બધા પ્રકરણોમાં 15 મલ્ટિ-વેવ લેવલ છે. ગરુડ પાસે ફક્ત તેના ધનુષ અને બાણ છે. જેની મદદથી તેણે પોતાના દુશ્મનોને હરાવવાના છે. જેમ જેમ તે ગેમમાં આગળ વધે છે. તેમ ગરુડને તેની શક્તિ અને કૌશલ્યમાં સુધારો કરવો પડશે. જેથી તે આગામી પ્રકરણોનો સામનો કરી શકે.
ક્રાફ્ટન ઈન્ડિયાના જણાવ્યા અનુસાર યુઝર્સને ગરુડ સાગામાં ઉત્તમ ગ્રાફિક્સ અને ગેમિંગનો અનુભવ મળશે. હાર્ડકોર અને કેઝ્યુઅલ બંને પ્રકારના ગેમર્સ આ ગેમનો આનંદ માણી શકે છે. તમે આ ગેમને ગૂગલ પ્લે સ્ટોર અને એપલ એપ સ્ટોર બંને પરથી ડાઉનલોડ કરી શકો છો.
પ્રી-રજીસ્ટ્રેશન પર વધારાના ફાયદાઓ મળશે
ગેમનું પ્રી-રજીસ્ટ્રેશન હમણાં જ શરૂ કરવામાં આવ્યું છે. આ ગેમને પ્રી-રજીસ્ટર કરવા માટે તમારે Google Play Store અથવા Apple App Store પર જવું પડશે. અહીં તમારે ગરુડ સાગા શોધવાનું છે. તેમા ક્રાફ્ટનની પ્રકાશિત ગરુડ સાગા પર ક્લિક કરવાનું રહેશે. ત્યાર બાદ આ ગેમને ડાઉનલોડ કરી શકાશે.
પ્રી-રજીસ્ટ્રેશન કરનારા વપરાશકર્તાઓને વિશેષ ઇનામો પણ મળી રહ્યા છે. જેના માટે ગેમ એક અનોખો સ્ટાર્ટર પેક પણ આપી કરી રહી છે. આ તમામ લાભો ફક્ત ભારતીય વપરાશકર્તાઓ માટે જ ઉપલબ્ધ છે. જો તમે પ્રી-રજીસ્ટ્રેશન કરાવો છો તો ગેમ ઉપલબ્ધ થતાંની સાથે જ તમારા ફોન પર આપમેળે ડાઉનલોડ થઈ જશે. જેના માટે તમારે પરવાનગી આપવી પડશે.