National

સેક્સ માટે ના પાડે તે મહિલાને સાડીથી ગળું દબાવી મારી નાંખતોઃ યુપીના બરેલીનો સાઈકો કિલર પકડાયો

બરેલીઃ ઉત્તર પ્રદેશના બરેલીમાં મહિલાઓની હત્યા કરનાર સીરિયલ કિલરની શુક્રવારે ધરપકડ કરવામાં આવી છે. સીરિયલ કિલરની ઓળખ કુલદીપ તરીકે થઈ છે.

બરેલીના એસએસપીએ અનુરાગ આર્યએ આરોપીની ધરપકડ બાદ પ્રેસ કોન્ફરન્સને સંબોધતા જણાવ્યું કે આરોપી મહિલાઓથી હતાશ છે. તે મહિલાઓને પોતાની જાળમાં ફસાવતો હતો. ત્યાર બાદ આરોપી મહિલાઓને શારીરિક સંબંધ બાંધવા દબાણ કરતો હતો. જ્યારે મહિલાઓ ના પાડતી ત્યારે તે મહિલાઓની હત્યા કરી દેતો હતો. હત્યાની પેટર્ન સમાન હતી. આરોપી સાડી વડે ગળું દબાવીને હત્યા કરતો હતો. આરોપીએ 6 હત્યાની કબૂલાત કરી છે. પોલીસ તેની પૂછપરછ કરી રહી છે.

બરેલી જિલ્લાના શાહી અને શીશગઢ વિસ્તારમાં છેલ્લા 14 મહિનામાં નવ મહિલાઓની હત્યા કરવામાં આવી છે. હત્યાની પેટર્ન સમાન હતી. તમામ મહિલાઓને સાડીઓ વડે ગળું દબાવવામાં આવ્યું હતું. મૃતદેહો ઝાડીઓ અથવા ખેતરોમાંથી મળી આવ્યા હતા. હત્યા કરાયેલી તમામ મહિલાઓની ઉંમર 45 વર્ષથી 55 વર્ષની વચ્ચે હતી. બરેલીના આ જ વિસ્તારમાં થોડા દિવસો પછી હત્યાની ઘટનાઓ બની રહી હતી. તેથી પોલીસને સીરિયલ કિલિંગની શંકા થઈ અને તે એંગલથી તપાસ કરી હતી.

કેસ ઉકેલવા માટે વોર રૂમ તૈયાર કરાયો
મહિલાઓના હત્યારાને શોધવા માટે પોલીસે વોર રૂમ તૈયાર કર્યો હતો. પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મીડિયાના સમાચારોની નોંધ લેવામાં આવી હતી. આ ઓપરેશનને ‘ઓપરેશન તલાશ’ નામ આપવામાં આવ્યું હતું. 22 ટીમો બનાવીને 25 કિમી વિસ્તારની ત્રિજ્યામાં લગભગ 1500 સીસીટીવી ફૂટેજ સ્કેન કરવામાં આવ્યા હતા. 600 નવા સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવ્યા હતા. મહારાષ્ટ્રમાં સિરિયલ કિલર્સ પર એક અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો. 1.5 લાખ મોબાઈલ નંબરનો ડેટા લઈને તપાસ કરવામાં આવી હતી. બોડી બોર્ન કેમેરા અને ઈન્ટેલિજન્સ કેમેરા લગાવીને પોલીસકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા હતા.

3 દિવસ પહેલા સ્કેચ બહાર પાડવામાં આવ્યા હતા
આરોપીઓને પકડવા માટે પોલીસે 3 દિવસ પહેલા શકમંદોના 3 સ્કેચ જાહેર કર્યા હતા. આમાંથી એક સ્કેચ કુલદીપનો હતો. ક્લિનિકલ સાયકોલોજીના નિષ્ણાતોની પણ હત્યાની પેટર્ન અંગે સલાહ લેવામાં આવી હતી. જેના પરથી તપાસ ટીમને ખબર પડી કે શાહી પોલીસ સ્ટેશન વિસ્તાર સાયકો કિલરનું સેન્ટર પોઈન્ટ છે. એક બાતમીદારની સૂચના પર અહીંથી આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.

પત્ની છોડીને જતી રહી હતી
પોલીસના જણાવ્યા અનુસાર, કુલદીપ ગંગવાર નવાબગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના બકરગંજ સમુઆ ગામનો રહેવાસી છે. તેની ઉંમર 40 વર્ષની આસપાસ હોવાનું કહેવાય છે. તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું કે તેની પત્ની તેની ખોટી આદતોના લીધે તેને છોડીને ચાલી ગઈ હતી. જે બાદ તે મહિલાઓથી પરેશાન થવા લાગ્યો હતો. આ પછી તે મહિલાઓને પોતાની જાળમાં ફસાવતો હતો. પછી તે પોતાની સાથે સેક્સ કરવા દબાણ કરતો, જ્યારે તે પોતાના ઈરાદામાં નિષ્ફળ જતો ત્યારે તે મહિલાઓનું ગળું દબાવીને મારી નાખતો.

Most Popular

To Top