તાજેતરમાં અડાલજ નહેર પાસે કેલી ખૂનમાં સાયકો કિલર વિપુલને રિકન્સ્ટ્રક્શન માટે પોલીસ લઈ ગ? ??? ??ઈ હતી ત્યાં તેણે પોલીસ કનેથી સર્વિસ રિવોલ્વર છીનવીને ભાગવાનો પ્રયત્ન કરીને પોલીસ ઊપર હુમલો કર્યો. તેના સ્વબચાવમાં પોલીસે જવાબી કાર્યવાહીમાં ફાયરિંગ કરતા ગોળી સાયકો કિલર વિપુલને વાગી હતી. મોતનાં સમાચાર સામે આવ્યા. અલબત, સાયકો કિલર વિપુલ વિરુદ્ધ અગાઉ પણ અનેક ગંભીર ગુનાઓ નોંધાયા છે. ખેર, જીજ્ઞાશા વૃત્તિ ધરાવતા વાચકોને જણાવવાનું કે, આ એક માનસિક બીમારી છે, પ્રત્યેક કુટુંબમાં યા તેવા સંયુક્ત કુટુંબની એક શાખામાં કોઈ એકાદ વ્યક્તિ સદર કથિત માનસિક રોગથી પીડિત હોય છે!
અરે અમેરિકામાં પાગલખાનાઓ અથવા દવાખાનાઓ પણ ઓછા પડે તે માટે તેવા કહેવાતા સાયકો એન્ડ સાયકો ક્લિરોની ફૌજ છે! સાયકો એ સંક્ષિપ્ત શબ્દ છે. જે માનસિક રીતે આક્રમક વ્યક્તિનું વર્ણન કરે છે. જે અન્ય લોકોને નુકસાન પહોંચાડે છે. સમાનાર્થીમાં ચિત્તભ્રમિત, લસિકા, પાગલ વગેરે કહી શકાય! ખેર, સામાન્ય માણસની દ્રષ્ટિએ, સાયકોસોમેટિક ડિસઓર્ડર એ એક તબીબી સ્થિતિ છે જેમાં શારીરિક લક્ષણોનો સમાવેશ થાય છે જે સીધા ભાવનાત્મક અથવા માનસિક તાણને કારણે થાય છે. આ પ્રકારના ડિસઓર્ડરને સોમેટોફોર્મ ડિસઓર્ડર, સોમેટાઈઝેશન ડિસઓર્ડર અને કન્વર્ઝન ડિસઓર્ડર તરીકે પણ ઓળખવામાં આવે છે.
ગોપીપુરા, સુરત- સુનીલ રાજેન્દ્ર બર્મન– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.