Gujarat

રાજ્યભરમાં ૯ ઓક્સિજન PSA પ્લાન્ટનું વર્ચ્યુઅલ લોકાર્પણ કરતા અમિત શાહ

કેન્દ્રિય ગૃહ મંત્રી અમીત શાહે ગુરૂવારે રાજ્યભરમાં અમદાવાદ, કઠવાડા, તિલકવાડા, દ્વારકા, મહેસાણા, કાલાવાડ – જામનગર, પોરબંદર અને કપડવંજ સહિત જુદા જુદા 9 સ્થાનો પર ઓક્સિજન PSA પ્લાન્ટનું વર્ચ્યુઅલ લોકાર્પણ કર્યું હતું.કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહે તેમના સંબોધનમાં જણાવ્યું હતું કે, કોરોનાના બીજા વેવમાં દર્દીઓને જરૂરી ઓક્સિજનની જરૂરિયાત અચાનક દસ ગણી થઈ હતી અને તે જરૂરિયાત એક મહિનાથી પણ ઓછા સમયમાં પૂર્ણ કરવાની ચુનોતી ભારત માટે હતી.

પરંતુ પીએમ મોદીના નેતૃત્વ હેઠળ સુચારુ આયોજન સાથે રેલવે, વાયુસેના મારફતે હવાઈ માર્ગે, ક્રાયોજેનિક ટેન્કર અને ઓક્સિજનનું ખૂબ ટૂંકા ગાળામાં ઐતિહાસિક માત્રામાં પરિવહન કરાવવામાં આવ્યું છે. કેન્દ્ર સરકારે પોતાની પુરી તાકાત લગાડી દીધી, દેશના તમામ ઇન્ડસ્ટ્રીયલ ઓક્સિજન પ્લાન્ટને ઉત્પાદન અટકાવી તાત્કાલિક ધોરણે મેડિકલ ઓક્સિજન પ્લાન્ટમાં પરિવર્તિત કરવામાં આવ્યા.

PM CARES હેઠળ દેશમાં 165 PSA ઓક્સિજન પ્લાન્ટ, 1 લાખ ઓક્સિજન કન્સટ્રેટર્સને મંજૂરી આપવામાં આવી તેમજ પેટ્રોલિયમ મંત્રલાય દ્વારા 100 PSA પ્લાન્ટ કાર્યરત કરવામાં આવ્યા. જેને આવનારા દિવસોમાં 300 પ્લાન્ટ સુધી લઈ જવામાં આવશે. ૧૨ હજારથી વધુ બેડ કેપેસિટી ધરાવતી ૨૧ હોસ્પિટલો ૧૫ દિવસના ટૂંકા સમયમાં ઉભી કરવામાં આવી. શાહે કહયું હતું કે આજે દેશભરમાં કોરોનાના કેસમાં ઘટાડો નોધાઈ રહ્યો છે, રોજની ૧૦ હજાર મેટ્રિક ટન ઓક્સિજનની જરૂરિયાત ૩૫૦૦ મેટ્રિક ટન થઈ છે. 21 કરોડથી વધુ દેશવાસીઓનું રસીકરણ થઈ ચૂક્યું છે.

Most Popular

To Top