સુરેન્દ્રનગરઃ ગાંધીના ગુજરાતમાં દારૂ પર પ્રતિબંધ છે, પરંતુ તેમ છતાં રાજ્યમાં દારૂ વેચાય છે અને પીવાય છે. લગભગ દર બીજા દિવસે રાજ્યની પોલીસ દારૂનો જથ્થો અને બુટલેગરોને પકડતી હોય છે, તેમ છતાં આ દૂષણ પર સંપૂર્ણપણે કાબુ મેળવવામાં રાજ્યની પોલીસ નિષ્ફળ રહી છે.
હવે તો દારૂ માફિયાઓ એટલા બેફામ બન્યા છે કે તેઓ પોલીસને પણ ગાંઠતા નથી. આ દારૂના દૂષણને નાબૂદ કરવા એસએમસીની ટીમ રાજ્યમાં સક્રિય છે, ત્યારે આજે સોમવારને તા. 5 નવેમ્બર 2024ના રોજ બુટલેગરને પકડવા જતા રાજ્યના એક બાહોશ પોલીસ અધિકારીએ પોતાનો જીવ ગુમાવ્યો છે.
- પાટડી દસાડા રોડ પર એસએમસીના પીએસઆઈનું અકસ્માતમાં મોત
- પીએસઆઈ જે. એમ. પઠાણને ટ્રકની ટક્કર વાગતાં મોત નીપજ્યું
- દારૂ ભરેલી કાર પકડવા જતા સર્જાયો ગમખ્વાર અકસ્માત
- પીએસઆઈ ટીમ અને પંચોને લઈને નીકળ્યા હતા
- સ્ટેટ મોનિટરીંગ સેલના બે કોન્સ્ટેબલને અકસ્માતમાં પહોંચી ઇજા
એસએમસી ટીમના પી.એસ.આઇ જે એમ પઠાણનું બુટલેગરને પકડવા જતા આજે તા. 5 /11/2024 ના કલાક 2.30 વાગે દસાડા થી પાટડી રોડ ઉપર કઠાડા ગામ પાસે આકસ્મિક મોત થયું છે. આ ઘટનાની વિગત એવી છે કે એસએમસીની ટીમ ને બાતમી મળી હતી કે, દારૂ ભરેલી ક્રેટા કાર દસાડા પાટડી રોડ પરથી પસાર થવાની છે.
આથી પીએસઆઈ જે.એમ. પઠાણ સહિત એસએમસીની ટીમ કઠાડા ગામથી આગળ વળાંક ઉપર રોડ બ્લોક કરીને ઉભી હતી. દરમિયાન પાટડી તરફથી ક્રેટા કાર આવી હતી. તેને પકડવા પઠાણ અને એસએમસીની ટીમ એલર્ટ થઈ હત. દરમિયાન ક્રેટા કારની બાજુમાંથી ટ્રેલર દોડી રહ્યું હતું. કારને રોકવાનો પ્રયાસ પોલીસે કર્યો પરંતુ ટ્રેલર અને ક્રેટા બંને રોકાયા નહોતા.
બંને વાહનોના ડ્રાઈવરે પોતાના વાહનો સ્પીડમાં દોડાવ્યે રાખ્યા હતા. આ વખતે ટ્રેલરના પાછળ ના ભાગે એસએમસીટીમ ની ફોર્ચ્યુનર ગાડી આવતી હતી તેમની લાઈટ જોઈ એસએમસીના પી.એસ.આઇ બચવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે તેમની કાર ટ્રેલરના પાછળના ભાગે અથડાઈ હતી. ટક્કરના લીધે એસએમસીની ટીમનો પોલીસ હેડ કોન્સ્ટેબલ રોડની ડાબી બાજુ ફંટાઈ ગયો હતો. ક્રેટા ગાડી ને રોકવા જતા વચ્ચે ટ્રેલર આવી જતા ક્રેટા ટ્રેલરની જમણી બાજુમાંથી નીકળી ગઈ હતી. જ્યારે ટ્રેલર અને ફોર્ચુનરના લાઈટના અજવાળામાં પીએસઆઇ પઠાણ ટેલરની પાછળના ભાગે અથડાઈ ગયા હતા.
આ અકસ્માતમાં પઠાણને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હતી. તેથી પહેલાં તેઓને દસાડા પીએસસી સેન્ટર ઉપર ત્યારબાદ વિરમગામ સરકારી દવાખાને લઈ જવામાં આવ્યા હતા, પરંતુ તેમને બચાવી શકાયા નહોતા. તેમનું નિધન થયું હતું. દસાડા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે