તા. 31-5-025 શનિવારે ગુજરાતમિત્ર અખબારમાં છેલ્લા પાને સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટનો ઘણો સરસ અને વિગતવાર રીપોર્ટ છપાયો. તમામ વિગતો જણાવવામાં આવી. ખરેખર સુરત એરપોર્ટને ન્યાય મળવો જ જોઇએ. સાસંદ મુકેશ દલાલની રજૂઆત પણ તદ્દન સાચી છે. તેમજ ઓપરેશન સિંદુર વખતે સુરત એરપોર્ટ વ્યૂહાત્મક તરીકે સ્થાપિત થયું જે તદ્દન સાચી વાત છે. અગાઉ પણ સુરત એરપોર્ટ માટે ઘણુ લખાયુ છે. ચર્ચાપત્રમાં પણ વિગતો વિગત લખાયું છે.
24 કલાક ધમધમતા એરપોર્ટને હવે વધુને વધુ ફલાઇટ મળે તે જરૂરી છે. દુબઈ, શારજાહ, બેંગકોકની ફ્લાઇટો આવનારા દિવસોમાં ડેઇલી ફ્લાઇટ કરવી જોઇએ. તેમજ સિંગાપોર, ન્યૂઝીલેન્ડ ફ્લાઇટ શરૂ કરવા વિચારવાની જરૂર છે. સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઇ-વિઝા સુવિધા શરુ થઈ તે પણ આનંદની વાત છે. હવે સાથે સાથે જરૂર છે ઇન્ટરનેશનલ એરપોર્ટમાં લીકરશોપ હોય છે પરંતુ સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટને દરજ્જો મળ્યો છે. તો પણ અંદર લીકરશોપની શોપ હજુ સુધી ખોલવામા આવી નથી! આંતરરાષ્ટ્રીય વ્યાપારને મજબૂત સ્થાન મળશે. ઘણી સારી વાત છે. મળવુ જ જોઇએ. આશા રાખીએ કે અધિકારીઓ સુરત એરપોર્ટને વધુને વધુ સુવિધાઓ પુરી પાડશે.
સુરત – ચેતન અમીન – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.