નવી દિલ્હી : ભારત માટે ખુબ જ ગર્વ (Proud) લેવા જેવી વાત છે જયારે દેશના નામે વધુ એક ખિતાબ (Title) જોડાઈ ગયો છે.ભારતની (India) સરગમ કૈલાસે (Sargam Kailas) અમેરિકામાં આયોજિત ‘મીસીસ વર્લ્ડ’2022-23નો (Mrs World’2022-23) ખિતાબ તેના નામે કર્યો છે. સોશિઅલ મીડિયા ઉપર તાજ પહેરાવતી વખતનો સરગમનો એક વિડીયો વાયરલ થયો છે. બેબી પિંક મીડીમાં ખરેખર તેની ખુબસુરતી જોઈને જોનારાઓ ‘આફરીન’ પોકાર્યા વગર રહી ન શકે. જેમાં શંકાને સ્થાન નથી..સરગમ કૈલસા તેમાં ભાવુક થઇ ગઈ હોઈ તેવા નજર આવે છે. જેમને જોઈને ત્યાં બેઠેલા લોકો પણ ઈમોશનલ થઇ ગયા હતા. આખા ભારતવાસીઓ ઉપરાંત સ્લેબ્સ પણ આ ભારતીય મોડેલ ઉપર ગર્વ અનુભવી રહ્યા છે અને તેને શુભ કામનાઓ પાઠવી રહ્યા છે.
- સરગમ કૌશલ વ્યવસાયે શિક્ષક અને મોડલ છે
- 21 વર્ષ પછી ભારતમાં આ ક્રાઉન પાછો આવ્યો છે
- અમેરિકાના લોસ વેગાસમાં યોજાઈ હતી આ સ્પર્ધા
સરગમ 21 વર્ષ પછી આ તાજ ભારતમાં આવ્યો છે
આ એક પ્રાઉડની ક્ષણ જરૂરથી કહી શકાય કારણકે આ તાજ 21 વર્ષ બાદ ભારતમાં આવ્યો છે. આથી પહેલા અભિનેત્રી અદિતિ ગોવિત્રિકરે આ ખિતાબ જીત્યો હતો. અદિતિ ગોવિત્રીકરે પણ સરગમ કૌશલને આ જીત માટે અભિનંદન પાઠવ્યા છે. અભિનેત્રી-મૉડલ અદિતિ ગોવિત્રિકરે સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં સરગમને અભિનંદન પાઠવ્યાં, “હાર્દિક અભિનંદન @sargam3 @mrsindiainc આ ખુબ સુરત યાત્રાનો ભાગ બનવા માટે ખૂબ જ ખુશી.. 21 વર્ષ પછી તાજ પાછો આવવાનો સમય આજ હતો.”
સરગમ કૌશલ વ્યવસાયે શિક્ષક અને મોડલ છે
હવે સરગમ કૈલાસની કરિયર અંગે વાત કરીએ તો તેઓ જમ્મુના રહેવાસી છે. આ સ્પર્ધામાં ભારતીય સ્પર્ધક સરગમ કૌશલે બેબી પિંક ગાઉન પહેર્યું હતું. યુએસએના લાસ વેગાસમાં યોજાયેલી આ સ્પર્ધામાં સરગમ કૌશલને જ્યુરી પેનલ દ્વારા મિસિસ ઈન્ડિયા વર્લ્ડ 2022નો તાજ પહેરાવવામાં આવ્યો હતો. આ સ્પર્ધામાં બોલિવૂડની અનેક હસ્તીઓએ ભાગ લીધો હતો. અભિનેત્રીઓ સોહા અલી ખાન, વિવેક ઓબેરોય, મોહમ્મદ અઝહરુદ્દીન, કોચર ડિઝાઇનર મૌસુમી મેવાવાલા અને ભૂતપૂર્વ શ્રીમતી વિશ્વ અદિતિ ગોવિત્રીકર હાજર હતા. વધુમાં સરગમના પતિ ભારતીય નેવીમાં છે. ધ ગ્રેટ પેજન્ટ કોમ્યુનિટી પેજએ સમાચાર શેર કર્યા અને લખ્યું કે ભારત માટે એક મોટી જીત છે અને 21 વર્ષ પછી ભારતે મિસિસ વર્લ્ડ સ્પર્ધા જીતી લીધી છે.જેના માટે ખુબ-ખુબ અભિનંદન..