બાલાસિનોર: સરકાર દ્વારા વૃક્ષારોપણ માટે લાખો રૂપિયાની ફાળવણી કરીને શાળા – કોલેજોમાં અને જાહેર સ્થળોએ વૃક્ષોનું વાવેતર કરવામાં આવી રહ્યું છે. ત્યારે ખેડા જિલ્લાના બાલાસિનોરના સંસ્કાર મંદિર છાત્રાલયમાં કોઈ પણ જાતની પરવાનગી વિના આસોપાલવના ૩ ઝાડ કાપી નાખતા પર્યાવરણ પ્રેમીઓમાં રોષ ભભુકી ઉઠયો છે. પ્રા બાલાસિનોરમાં ઓછવલાલ શેઠ હાઈસ્કુલ પાસે સંસ્કાર મંદિર છાત્રાલય આવેલ છે. સદર છાત્રાલયમાં કોઈ પણ જાતની પરવાનગી વિના ૩ આસોપાલવના ઝાડ કાપી નાંખવામાં આવ્યા છે. બિન પરવાનગી વૃક્ષ છેદન કરવામાં આવતા મંડળ સામે ઉગ્ર આક્રોશ સાથે ઉહાપોહ થવા પામ્યો છે. સરકાર વન મહોત્સવના નામે અનેકવિધ કાર્યક્રમો આયોજિત કરી વૃક્ષ ઉછેર માટે કામગીરી કરવામાં આવી રહી છે પરંતુ બાલાસિનોર ખાતે વૃક્ષ છેદન પ્રવૃત્તિ કરવામાં આવતાં જવાબદાર તંત્ર દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી ઉગ્ર માંગ કરવામાં આવી છે.
બાલાસિનોરના સંસ્કાર છાત્રાલયમાં બારાેબાર ઝાડ કાપી નાંખતા ઉગ્ર રોષ
By
Posted on