Vadodara

વિદ્યુત સહાયકોની પરીક્ષા રદ થતાં વડોદરામાં વિરોધ

વડોદરા: વિદ્યુત સહાયકોની પરીક્ષા રદ થતાં વડોદરા ખાતે 1,200 જેટલા વિદ્યાર્થીઓએ જેટકોની કચેરી ખાતે હોબાળો મચાવ્યો હતો. વિદ્યાર્થીઓએ પરીક્ષા આપ્યા બાદ તેઓ પાસ પણ થયા હતા જો કે ત્યાર બાદ આ પરીક્ષા રદ કરી દેવામાં આવતા વિદ્યાર્થીઓ અટવાઈ પડ્યા હતા. ત્યારે 1200 થી વધુ વિદ્યાર્થીઓ યુવરાજસિંહની આગેવાનીમાં જેટકોની ઓફિસ ખાતે પહોંચ્યા હતા અને વિરોધ નોંધાવ્યો હતો. જ્યારે તેઓના સમર્થનમાં કોંગ્રેસ પણ મેદાનમાં આવ્યું હતું. અને તેમના 16 ધારાસભ્યો આ મુદ્દે આગામી સત્રમાં વિરોધ કરશે. જ્યારે આ વિરોધના વંટોળ વચ્ચે જેટકોની ભરતી પરીક્ષાની નવી તારીખ જાહેર કરાઈ છે.તા.28 અને 29 ડિસેમ્બરે પોલ ટેસ્ટ અને 7 જાન્યુઆરીએ લેખિત પરીક્ષા લેવાશે.

અગાઉ યોજાયેલી પરીક્ષામાં ઉત્તિર્ણ થયેલ તથા મેરીટમાં આવતા ૧૨૨૪ પરીક્ષાર્થીઓની યાદી અને પરિણામ ઓકટોબર માસ દરમ્યાન જેટકોની વેબસાઈટ મારફતે જાહેર કરવામાં આવ્યું હતુ. ત્યારબાદ ઓકટોબર માસ દરમ્યાન પરીક્ષામાં ઉત્તિર્ણ થયેલ ઉમેદવારોનું ડોકયુમેન્ટ વેરીફીકેશન તથા મેડીકલ ફીટનેસ અને પોલીસ વેરીફીકેશન પણ સત્વરે પૂર્ણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તા. ૧૯ ડીસેમ્બરના રોજ અચાનક જેટકોની વેબસાઈટ ઉપરથી મેરીટ લીસ્ટ તથા પરિણામ ડીલીટ કરી ભરતી રદ કરવાની નોટિસ આપવામાં આવી છે.

ત્યારે ઉમેદવારોમાં રોષ ફાટી નીકળ્યો છે. જેથી વિદ્યાર્થીઓએ કચેરી બહાર જ ધરણા શરૂ કર્યા હતા. જ્યારે પરિસ્થિતિ વધુ વણસેથી પૂર્વે જ પોલીસ તૈનાત થઈ ગઈ હતી. જ્યારે વિદ્યાર્થીઓના વડોદરામાં વિરોધની વાત વાયુવેગે પ્રસરતા જ યુવરાજસિંહ વડોદરા ખાતે દોડી આવ્યા હતા. 12 કલાક ઉપરાંત નો સમય વીતી ગયો હોવા છતાં પણ કચેરી બહાર ધરણા પર બેઠેલા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાને મળવાની અધિકારીઓએ તસ્દી પણ લીધી ન હતી. ત્યારે સમગ્ર મામલે જો યોગ્ય ન્યાય આપવામાં નહીં આવે તો આંદોલન વધુ ઉગ્ર બનશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી.

નિમણૂંક પત્રના બદલે આંદોલન કરવાની ફરજ પડી
ગુજરાતમાં ભાજપાના શાસનમાં સૌથી મોટો જીવતો જાગતો નમૂનો છે કે જે યુવાનો મહેનત કરીને પરીક્ષામાં પાસ થયા હોય ભરતીમાં પસંદગી પામ્યા હોય અને જ્યારે તેમને નિમણૂક પત્ર આપવાની જગ્યાએ વિદ્યાર્થીઓને આંદોલન કરવાની ફરજ પડે આનાથી મોટી કમનસીબી શું હોય, અને તેમનું આવેદન પણ સ્વીકારવા કોઈ તૈયાર નથી. ખુબ ખોટું થઈ રહ્યું છે અને આ એક તાનાશાહી છે એની સામે કોંગ્રેસ પક્ષ હંમેશા પ્રજા અને યુવાનોની સાથે રહ્યા છે આજે યુવાનોનો પ્રશ્ન છે તો અમે એમની સાથે છે એમના આંદોલનને અમારુ સમર્થન છે અને અમે પણ આ બાબતે રાજ્ય સરકારમાં રજૂઆત કરીને ન્યાય અપાવવાનો પ્રયત્ન કરીશું. -ઋત્વિજ જોષી, પ્રમુખ, કોંગ્રસ

અન્ય વ્યક્તિઓ દ્વારા કરાયેલી અરજી જેટકોએ સાંભળી છે અન્યાય કર્યો છે
અમારે એક જ માગણી છે કે અમને વહેલી તકે અમને અમારા નિમણૂક પત્ર મળે કેમ કે જો સરકાર 24 કલાકમાં નવા કોલ લેટર અને નવી ભરતી બહાર પાડી શકતી હોય તો પછી 24 કલાકમાં જ્યારે છ મહિનાનો સમય થઈ ગયો પોલટેસ લીધા પછી અને તેમાં ક્ષતિ જણાવી આવી હતી તો પછી 24 કલાકમાં જ્યારે ઘરેથી થઈ હતી તોય અધિકારીઓએ જોઈ લેવું જોઈએ અને જાતે જ એનું નિરાકરણ લાવી દેવું જોઈએ પરંતુ રાતે રાત નવા કોલ લેટર પણ બહાર પાડી દીધા તો આ યોગ્ય નથી અન્ય વ્યક્તિઓ દ્વારા કરાયેલી અરજી જેટકોએ સાંભળી છે અન્યાય કર્યો છે અને નિયમોનો ઉલ્લંઘન કર્યું છે અને આમાં અધિકારીઓ જે છે એમને સસ્પેન્ડ કરવામાં આવે અને વિદ્યાર્થીઓને ન્યાય આપી 24 કલાકમાં નવી નિમણૂક આપવામાં આવે. -ઉમેદવાર

કોઈપણ સંજોગોમાં અમારો અવાજ દબાશે નહીં
પરીક્ષા બાદ નિમણૂક પત્ર આપવાનો વારો આવ્યો ત્યારે વિદ્યુત બોર્ડે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે રમત રમી અને આ પરીક્ષા રદ કરી છે તો કેમ ? માર્ચ મહિનામાં જે પ્રેક્ટીકલ પરીક્ષા લીધી હતી એમાં ક્યાંક ને ક્યાંક છબરડા થયા છે. પણ કોઈ છબરડા થયા જ નથી. જે ગાઈડ લાઈન, સૂચના એ ઉચ્ચ અધિકારીઓ દ્વારા આપવામાં આવી જેનું પાલન તમામ ઉમેદવારોએ કર્યું હતું. અને પરીક્ષા પાસ કરી હતી. આમાં કોઈ ઉમેદવારોનો વાંક નથી. ડેપ્યુટી એન્જિનિયર, જુનિયર એન્જિનિયર અને એક્ઝિક્યુટિવ એન્જિનિયર આ તમામનો વાંક છે એટલે આ અધિકારીઓના વાંકે વિદ્યાર્થીઓ શા માટે ભોગ બને. અચાનક જ નવ મહિના પછી બ્રહ્મજ્ઞાન થાય છે. અને નવી ભરતીની જાહેરાત કરી દીધી. એટલે આ ઉમેદવારો સાથે હળાહળ અન્યાય છે. અધિકારીઓને સસ્પેન્ડ કરો ઉમેદવારોને ન્યાય આપો આ અમારી માંગણી છે. અમારી પાસે બે રસ્તા છે એક અમે ગાંધીનગરની અંદર સત્યાગ્રહની છાવણીમાં આંદોલન કરીશું -યુવરાજસિંહ જાડેજા, વિદ્યાર્થી નેતા

Most Popular

To Top