રાજકોટમાં કિશન ભરવાડ હત્યા કેસ મુદ્દે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન: પોલીસે લોકોના ટોળા પર લાઠી ચાર્જ કર્યો

ધંધૂકા: ધંધૂકા (Dhandhuka) ના કિશન ભરવાડની (Kishan Bharwad) હત્યા કેસના (murder case) પડઘા ઠેર ઠેર પડી રહ્યા છે. સમગ્ર ગુજરાતમાં પ્રદર્શન કરી લોકો વિરોધ નોંધાવી રહ્યો છે. જેના પગલે રાજકોટમાં (Rajkot) માલધારી ભરવાડ સમાજ સહિતના સંગઠનોના ટોળે ટોળા કલેકટર (Collector) કચેરીએ ઉમટ્યા હતા. અને કલેક્ટર કચેરીએ નારા સાથે કિશન ભરવાડની હત્યાના કાવતરામાં સંડોવાયેલા તમામ આરોપીઓને ફાંસીની સજા કરવાની માગણી કરવામાં આવી હતી. જ્યાં ટોળાએ દંગલ કરતા પોલીસે (police) લાઠી ચાર્જ કર્યો હતો. જેમાં એક યુવાનને માથાના ભાગે ઇજા પહોંચી હતી. ટોળાએ આસપાસની દૂકાનોમાં તોડફોડ કરી બંધ કરાવતા પોલીસ ત્યાં પહોંચી ગઈ હતી અને પ્રદર્શન કરતા યુવાનો પર પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. જેમાં 3 દુકાનોમાં નુકસાન પણ થયું છે આ સાથે પ્રાથમિકનગર પોલીસની પીસીઆર વાનમાં પણ યુવાનોએ પથ્યર મારો કરી નુકશાન પહોચાડ્યું છે.

કિશન હમ શર્મિદા હૈ, તેરા કાતિલ ઝિંદા હૈકહી કલેક્ટર કચેરી બહાર નારા લગાવ્યા
મોટી સંખ્યામાં માલધારી સમાજના લોકો ભેગા થઈને અમદાવાદમાં કલેકટર કચેરીએ આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા. જ્યાં સમાજના લોકોએ કલેક્ટર કચેરી બહાર કિશન હમ શર્મિદા હૈ, તેરા કાતિલ ઝિંદા હૈ સહિત જય શ્રીરામના નારા લગાવ્યા હતા. માલધારી સમાજના લોકોએ રોષ સાથે કલેક્ટરને કિશન ભરવાડની હત્યા મામલે તપાસ કરીને આરોપીઓને ફાંસીની સજા આપવા રજૂઆત કરી હતી. એ ઉપરાંત સમાજના લોકો દ્વારા આરોપીઓનાં એન્કાઉન્ટર કરવાની પણ માગણી કરવામાં આવી હતી.

લોક સાહિત્યકાર દેવાયત ખવડેએ નિવેદન આપ્યું
ધંધુકાના કિશન ભરવાડ હત્યા કેસ મામલે એક પછી એક લોક સાહિત્યકારોના નિવેદનો સામે આવી રહ્યા છે. ત્યારે લોક સાહિત્યકાર દેવાયત ખવડે પણ સમગ્ર ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું. દેવાયત ખવડે સોશિયલ મીડિયામાં પોતાનો વિડીયો અપલોડ કરી જણાવ્યું હતું કે, ભરવાડ પરિવારને ન્યાય અપાવવા સર્વ સમાજ એક થાય, હિન્દુ સંસ્કૃતિના રક્ષણ માટે જ્ઞાતિના વાદ દૂર કરી સૌને એક થવા અપીલ કરું છું. વધુમાં તેમણે કહ્યું હતું કે જો જરૂર પડે તો શાસ્ત્રો અને શસ્ત્ર બંને નો ઉપયોગ કરીશું. આ દેશ પણ નબળો નથી અને આ દેશનો દેવ પણ નબળો નથી

હત્યા કેસમાં પકડાયેલા મૌલવીને અમદાવાદ લાવવામાં આવ્યો
અમદાવાદ જિલ્લાના ધંધૂકામાં કિશન ભરવાડની હત્યા મામલે ATSની ટીમે રવિવારે વધુ એક મૌલવીની અટકાયત કરી હતી અને તેને અમદાવાદ લાવવામાં આવશે. દિલ્લીના મૌલાના કમરગની ઉસ્માનીની ગુજરાત એટીએસની ટીમે દિલ્લીથી અટકાયત કરી છે. હત્યા કેસમાં ગુજરાત ATSએ પ્રેસ કોન્ફરન્સ કરી જણાવ્યું કે, મૌલાના કમરગનીએ છેલ્લા 6 મહિનામાં ગુજરાતના અલગ-અલગ શહેરોની મુલાકાત લીધી હતી. તેમણે કહ્યું કે હત્યાના ષડયંત્રમાં વધુ મૌલવીઓના નામ પણ બહાર આવી શકે છે. હત્યા અંગે કમરગનીની વધુ પૂછપરછ કરવામાં આવશે. ATSના એસપી આઈ.જી. શેખએ જણાવ્યું કે, હત્યાની દુષ્પ્રેરણા અને હથિયાર મૌલાના અયુબ જાવરાવાલાએ આપ્યું હતું. શબ્બિર ચોપડાએ હત્યા કરી હતી. બાઈક ચલાવનાર ઈમ્તિયાઝ પઠાણની ધરપકડ કરી હતી.

આરોપી મહંમદ ઐયુબના 8 દિવસના રિમાન્ડ મંજૂર
અમદાવાદ જિલ્લાના ધંધૂકામાં કિશન ભરવાડની હત્યા કેસમાં પકડાયેલા આરોપી મહંમદ ઐયુબ યુસુબભાઈ જાવરાવાલાને શનિવારે જ કોર્ટેમાં રજૂ કરી 14 દિવસના રીમાન્ડ માગવામાં આવ્યા હતા. અને કોર્ટે 8 દિવસના રીમાન્ડ મંજૂર કર્યા હતા. આરોપી શબ્બીર અને ઈમ્તિયાઝને લઈ પોલીસે અલગ અલગ જગ્યાએ તપાસ શરૂ કરી હતી. આરોપીઓએ ધંધૂકાની સર મુબારક બુખારીદાદા દરગાહની પાછળ ખેતરમાં જે હથિયારથી ફાયરિંગ કર્યું હતું તે પિસ્તોલ અને બાઇક મૂક્યું હતું. પોલીસે આ મુદ્દામાલ કબ્જે કરી આગળની તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top