વડોદરા, તા.22
ગોત્રી વિસ્તારમાં આવેલ લક્ષ્મીદાસ નગર વિભાગ-૨ માં મોબાઈલ ટાવર લગાવવા મામલે સ્થાનિકોએ વિરોધ દર્શાવ્યો હતો. સ્થાનિકોએ જણાવ્યું હતું કે સોસાયટીમાં પરમિશન લીધા વિના ટાવર નાખવામાં આવી રહ્યો છે. આ ટાવર ન લગાવવા સોસાયટીના રહીશોએ ભેગા થઈને કામગીરી બંધ કરાવી હતી. સોસાયટીમાં સિનિયર સિટીઝનો રહે છે. જેમને મોબાઈલ ટાવર લાગતા રેડીએશનને કારણે તકલીફ થઈ શકે છે. જેથી ટાવર લગાવવામાં નહીં આવે તેવી માંગ કરી હતી. જ્યારે ઘટના સ્થળ પર વોર્ડ નંબર 10 ના કોર્પોરેટર નીતિન દોંગા પણ સોસાયટી ખાતે દોડી આવ્યા હતા અને મોબાઈલ ટાવર નાખવાની કામગીરી બંધ કરાવી હતી. કોર્પોરેશનમાંથી પરમિશન લીધી છે કે નહીં તેની તપાસ કરીને આગળની કાર્યવાહી કરાશે તેમ જણાવ્યું હતું. રોડ માર્જિનની જગ્યામાં એક મોબાઇલ ટાવર ઊભું કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ત્યાંના જે ઓથોરિટી પર્સન છે ચંદ્રેશભાઇ મકવાણા એમનું એવું કહેવું છે વડોદરા શહેરની અંદર કોઈપણ કામ કરવું હોય તો અમારે કોઈની મંજૂરી લેવાની જરૂર નથી. અમેજ વોર્ડ ઓફિસર અને અમે જ કમિશનર, વોર્ડ ઓફીસર જાતે સ્થળ પર આવ્યા હતા. એમને પણ એવું કીધું કે આ રીતે તમે કામ કરી ન શકો. કોઈ મંજૂરીનો લેટર હોય તો અમને બતાવો.એ વોર્ડ ઓફિસરને પણ એવું કહે છે કે અમારે કોઈની મંજૂરી લેવાની ના હોય, અમેજ વડોદરા છે એટલે વડોદરામાં કોઈ પણ જગ્યાએ અમારે કામ કરવું હોય તો ચંદ્રેશ મકવાણાને કોઈ રોકી નહીં શકે. આટલી દાદાગીરી એક કોન્ટ્રાક્ટરની છે. વડોદરામાં કામ કરતા હોય તો એને અટકાવવા પડે. આ રેડીએશનથી નાના બાળકોને પક્ષીઓને પણ નુકસાન થાય, સિનિયર સિટીઝનને પણ તકલીફ પડે એટલે આજુબાજુની બધી સોસાયટીના રહીશોને તકલીફ છે.
ગોત્રી લક્ષ્મીદાસ નગર વિભાગ-૨માંમોબાઈલ ટાવર ઊભું કરવા સામે વિરોધ
By
Posted on