Vadodara

વિદ્યાર્થીઓની ફી પરત અપાવવા કટોરો લઈને ભીખ માગી વિરોધ

વડોદરા: હવે જ્યારે કોલેજો  50 ટકા ક્ષમતા સાથે ખુલી ગઈ છે ત્યારે વિધાર્થી સંગઠનો વિધાર્થીઓના પ્રશ્નોને લઈને યુનિવર્સીટીના સત્તાધીશો ને આવેદનપત્ર આપીને રજુઆત કરી રહ્યા છે . એજીએસયુ વિધાર્થી સંગઠન દ્વારા યુનિવર્સીટીએ વિધાર્થીઓએ ભરેલી શિક્ષણ ફી પરત આપવાના મામલે અનોખી રીતે હાથમાં વાટકો લઈને આવેદન પત્ર આપીને યુનિવર્સીટીની નીતિનો વિરોધ પ્રદર્શિત કરીને વધારા ની ભરેલી ફી જલ્દીથી પરત આપવા ની માંગ કરવામાં આવી હતી. એમ એસ યુનિવર્સિટી માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના ફી રિફંડ મામલે AGSU દ્વારા હેડ ઓફિસ ખાતે હાથમાં કટોરો લઈ ભીખ માંગીને અનોખી રીતે વિરોધ પ્રદશન કરવામાં આવ્યું હતું.

 ગુરુવારે ઓલ ગુજરાત સ્ટુડન્ટ યુનિયન દ્વારા જવા વિધાર્થીઓએ ટેક્નિકલ ખામીને કારણે  ડબલ  ફી ભરી છે તેમની વ્હારે આવીને તેમબે ફી પરત અપાવવા માટે  કોમર્સ ફાવકલ્ટીના એફ આર   પંકજ જયસ્વાલની આગેવાનીના જે વિધારીહીઓ ફી ઘટાડી હતી અને એમ છતાંયે વધારે ફી  ભરી હોય તેવા બીજા ચોથા અને છઠ્ઠા સેમેસ્ટરના વિધાર્થીઓની વધુ ભરાયેલ ફી પરત કરવા માટે ફી રિફંડ આપવા મામલે આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.

 ઉપરાંત કેટલાક વિદ્યાર્થીઓ પાસેથી એડમિશન ફી બે વાર  લેવામાં આવી છે તે પણ હજુ પરત કરવામાં આવી નથી તેને લઈ વિધાર્થીઓ અગ્રણીઓ દ્વારા યુનિ.ના પીઆરઓ લકુકિશ ત્રિવેદીને આવેદનઆપ્યું હતું.  વિધાર્થી અગ્રણીઓ દ્વારા હાથમાં  કટોરા લઈને યુનિવર્સિટી ખાતે કટોરા સાથે ભીખ માંગી વિરોધ પ્રદર્શન કરી કુંભ કર્ણ ની નિંદ્રા માં.રહેલ એમ એસ યુનિવર્સિટી સત્તાધીશો ને જગાડવાનો પ્રયાસ કરાયો હતો.

Most Popular

To Top