Charchapatra

ધૂમ્રપાનથી જાતને બચાવો

ત્રણ ઇંચની સિગારેટ છ મિનિટનું આયુષ્ય ઓછું કરે છે. મૃત્યુ તરફ નિશ્ચિત ધકેલતો એક ઘૂંટ ૪૦૦૦ ભયાનક રસાયણોનાં કણો ફેફસામાં પહોંચાડે છે. સર જયોર્જ વુડબરનાં હિસાબે એકલા યુ.કે.માં ૬૦,૦૦૦ માણસો માત્ર ધુમ્રપાનને કારણે મૃત્યુ પામે છે. ભારતમાં દસ કલાકે ૯૦ રોજનાં ૨૨૦૦ અને વર્ષે ૮,૫૦,૦૦૦ માણસો મૃત્યુ પામે છે. તેમ છતાં ભારતમાં રોજની ૧૨ કરોડ રૂપિયાની સિગારેટ પીવાય છે. આ એકવીસમી સદીનું પ્રભાત ધુમાડાઓનાં ગોટાથી કલંકિત થઇ રહ્યું છે. તેની અસર આટલી ભયંકર હોવા છતાં ધુમ્રપાનનો વ્યાપ, પ્રચાર પ્રસાર વધતો જ જાય છે, જે દુ:ખદ આશ્ચર્ય નહીં તો બીજું શું છે!
બામણિયા        – મુકેશ બી. મહેતા – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top