SURAT

વરાછામાં કારખાનામાં શરૂ થઈ ગયા કુટણખાના, વોટસએપ પર યુવતીઓ પસંદ કરાય છે..

સુરતઃ શહેરમાં સ્પા-હોટલ પર ધમધમતા કૂટણખાના હવે કારખાનામાં પહોંચી ગયા હોય તેવો ઘાટ સર્જાયો છે. વરાછા વિસ્તારમાં આવેલા ઘનશ્યામનગરમાં ધમધમતા કૂટણખાના પર દરોડા પાડવામાં આવ્યા હતા. વરાછા પોલીસની તપાસમાં 4 લલનાઓ, 4 ગ્રાહકો અને બે એજન્ટ સહિત કુલ 10 મળી આવ્યા હતાં. પોલીસે તમામને ઝડપી લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

વરાછા પોલીસે બાતમીના આધારે ઘનશ્યામનગરમાં ઇન્ડસ્ટ્રી વિસ્તારમાં રૂમો બનાવી ચલાવાતું કુટણખાનું પકડી પાડ્યું છે. પોલીસે રેડ દરમિયાન 2 એજન્ટ, એક મકાનમાલિક અને 4 ગ્રાહકને પકડી પાડ્યા છે. પોલીસે રેડ દરમિયાન 4 મહિલાને મુક્ત કરાવી હતી.

પોલીસ પાસે મળતી માહિતી મુજબ વરાછા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. ત્યારે બાતમી મળી હતી કે, લાભેશ્વર વિસ્તારમાં આવેલી ઘનશ્યામનગર સોસાયટીમાં શેરી નં.20ના પ્લોટ નં.242ના ત્રીજા માળે રૂમો બનાવી દેહવેપાર થઈ રહ્યો છે. પોલીસે બાતમીવાળી જગ્યા પર રેડ કરી હતી. આ રેડ દરમિયાન ત્રીજા માળે લાકડાંના પાર્ટિશનવાળી રૂમો બનાવેલી મળી હતી, જેમાં 4 જેટલા ગ્રાહકો મહિલાઓ સાથે કઢંગી હાલતમાં મળી આવ્યા હતા.

પોલીસે ત્યાં હાજર બે એજન્ટને પકડી તેમના નામઠામ પૂછતાં એકે તેનું નામ સંજય રાજેન્દ્ર યાદવ (ઉં.વ.36) (રહે.,શેરી નં.20, ઘનશ્યામનગર, લાભેશ્વર, મૂળ રહે.,યુપી) અને સર્વસ રામગોપાલ શુક્લા (ઉં.વ.33) (રહે.,આંબાવાડી પાર્ટી ચાલ, એલ.એચ. રોડ, વરાછા, મૂળ રહે., યુપી) હોવાનું જણાવ્યું હતું.

વધુ પૂછપરછ કરતાં તેઓ ગ્રાહકોને વોટ્સએપ પર મહિલાઓના ફોટા મોકલતા હતા. જે મહિલા પસંદ આવે તેને બોલાવી સીધા તેના રૂમમાં મોકલી આપતા હોવાનું જણાવ્યું હતું. વધુમાં દરેક ગ્રાહક દીઠ એક હજાર વસૂલતા હતા, જેમાંથી મહિલાઓને 440 રૂપિયા કમિશન આપતા હતા.

તેમણે છેલ્લા બે મહિનાથી આ સ્થળે દેહવેપાર ચલાવાતો હોવાનું જણાવ્યું હતું. પોલીસને ત્યાં વધુ એક ઈસમ મળી આવ્યો હતો. તેનું નામઠામ પૂછતાં છગન ભગવાન ગઢિયા (રહે.,હોમ એજન્સી, સણીયા ગામ) આ મકાનનો માલિક હોવાનું જણાવ્યું હતું. પોલીસે 4 ગ્રાહક, બે એજન્ટ અને એક મકાનમાલિક સહિત 7 લોકો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે રેડ દરમિયાન 4 ભારતીય મહિલાને મુક્ત કરાવી હતી.

સમગ્ર ગોરખધંધો એજન્ટ મારફતે ચલાવવામાં આવતો હતો. બે એજન્ટને પણ ઝડપી લેવામાં આવ્યાં છે. લલનાઓને મુક્ત કરાવવાની સાથે સાથે સમગ્ર કૂટણખાનું કેવી રીતે ચલાવવામાં આવતું હતું. તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top