SURAT

સુરત: CA થયેલા દિકરાએ 93 વર્ષની માતાને ઘરમાંથી નીકળી જવા મજબુર કરી, કોર્ટે આ રીતે ન્યાય આપ્યો

સુરત : મિલકત (Property) માટે 93 વર્ષની માતાનાં સીએ દીકરાએ ત્રાસ ગુજારતા પોતાનું ઘર છોડીને બીજે રહેવા મજબુર રહેવું પડ્યું હતું. આ બાબતે માતાને ફરીથી પોતાના ઘરમાં રહેવા મળે અને દીકરો કે પુત્રવધુ ટોર્ચર ન કરે તે માટે કોર્ટે તાત્કાલિક હુકમ કરવા એક્સ પાર્ટી એડ ઇન્ટરીમ ઓર્ડર કરવા અરજી કરવામાં આવતા કોર્ટે અરજી અંશત: મંજૂર કરીને માતાને ઘરમાં રિસ્ટોર કરવા હુકમ કર્યો હતો.

  • મિલકત માટે 93 વર્ષની માતાનાં સીએ દીકરાએ ત્રાસ ગુજારતા ઘર છોડીને બીજે રહેવા મજબુર બની હતી
  • પાવર ઓફ એટર્ની પર જબરજસ્તી સહી કરાવી જમવામાં વધારે મરચુ નાખીને પુત્ર અને પુત્રવધુ હેરાન કરતા હતા

કેસની વિગત એવી છે કે અડાજણ પાટિયા વિસ્તારમાં સ્નેહસ્મૃતિ સોસાયટીમાં રહેતા 93 વર્ષિય નલિની લાપસીવાલાને તેમના દીકરા મનિષ (54 વર્ષ) અને પુત્રવધુ વૈશાલીએ ભારે ત્રાસ આપ્યો હતો. તેમની અડાજણની મિલકત પચાવી પાડવા માટે હેરાન કરતા હતા. જબરજસ્તી કેટલાક કાગળો પર સહીં કરાવી લીધી હતી. નલિનીબેન જે દવાઓ લેતા હતા તે દવાઓ પણ પુત્ર અને પુત્રવધુએ બંધ કરાવી દીધા હતા. નલિનીબેન આધારકાર્ડ અને દસ્તાવેજી પુરાવાઓ લઈ લીધા હતા. પાવર ઓફ એટર્ની પર જબરજસ્તી સહી કરાવી લીધી હતી. નલિનિબેનને અલ્સરની બીમારી છે તેથી મરચાનું સેવન કરતા નથી તો પણ તેમના જમવામાં વધારે મરચુ નાખીને 93 વર્ષના માતાને હેરાન કરતા હતા. ત્રસ્ત થઈને નલિનીબેનને પોતાનું જ ઘર છોડીને જતા રહેવા માટે મજબુર થયા હતા. તેઓએ હાલમાં તેમની બહેનના ઘરે આશરો લીધો છે. નલિનીબેને એડવોકેટ નેહલ મહેતા મારફત એક્સ પાર્ટી એડ ઇન્ટરીમ ઓર્ડર માટે કોર્ટમાં અરજી કરી હતી. કોર્ટે પણ 93 વર્ષના નલિનીબેનની અરજી સાંભળીને તાત્કાલિક અરજી આંશિક મંજૂર કરીને કોર્ટે પ્રોટેક્શન ઓફિસરને હુકમ કર્યો હતો કે તેઓ નલિનીબેનને તાત્કાલિક તેમના ઘરમાં રીસ્ટોર કરાવવા અને દીકરા-પુત્રવધુ ટોર્ચર ન કરે તે પણ જોવું.

Most Popular

To Top