નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના (PM Modi) બે દિવસીય વતનના (Gujarat) પ્રવાસનો (Tour) આજે અંતિમ દિવસ છે. ત્યારે પ્રધાન મંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સરદાર પટેલની (Saradar Vallabhbhai Patel) જન્મ જયંતિ નિમિત્તે તેઓને શ્રદ્ધાંજલિ (Tribute) અર્પણ કરી હતી. વડાપ્રધાનએ કહ્યું કે, ‘સરદાર પટેલે તેમની દેશ પ્રત્યેની ભાવના, રાજનીતિ અને અસાધારણ સમર્પણથી આપણા રાષ્ટ્રનું ભાગ્ય ઘડ્યું છે.’
મળતી વિગતો મુજબ, આજે સવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરદાર પટેલની જન્મજયંતિ નિમિત્તે કેવડિયા કોલોની સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પહોંચ્યા હતાં. જ્યાં તેમણે દેશના પ્રથમ ગૃહમંત્રીને શ્રદ્ધાંજલિ અર્પી હતી.
ત્યારબાદ પીએમ એકતા નગર પહોંચ્યા હતાં અને ત્યાં હાજર લોકોને સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમીત્તે એકતાના શપથ લેવડાવ્યા હતાં. જ્યાં રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં CRPFની મહિલા બાઈકર્સે અદ્દભૂત પ્રદર્શન કર્યું હતું. PMએ રાષ્ટ્રીય એકતા દિવસ પરેડનું પણ નિરીક્ષણ કર્યું હતું. આ પરેડમાં બોર્ડર સિક્યોરિટી ફોર્સ અને રાજ્ય પોલીસ દળોની માર્ચિંગ ટુકડીઓએ ભાગ લીધો હતો.
પી.એમ મોદીએ સરદાર પટેલ માટે શું કહ્યું?
પી.એમ મોદીએ કેવડિયામાં એક સભાને સંબોધિત કરતાં કહ્યુ કે, ‘મણકાઓ અનેક છે પરંતુ માળા એક જ છે. તન અનેક છે પરંતુ મન એક છે. જેમ 15 ઓગષ્ટ આપણી સ્વતંત્રતાનો ઉત્સવ છે, 26 જાન્યુઆરી આપણો ગણતંત્ર દિવસ છે, તે જ રીતે 31 ઑક્ટોબરનો આ દિવસ દેશના ખૂંણા ખૂંણામાં રાષ્ટ્રીયતાના સંચારનો પર્વ બની ગયો છે. 15 ઓગસ્ટના દિવસે દિલ્હીના લાલ કિલ્લા ખાતે થનારું આયોજન, 26 જાન્યુઆરીના દિવસે દિલ્હીના કર્તવ્ય પથ ઉપર પરેડ અને 31 ઑક્ટોબર દીવસે સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાનિધ્યમાં માતા નર્મદાના કિનારે રાષ્ટ્રીય એકતા દિવસનો આ મુખ્ય કાર્યક્રમ રાષ્ટ્ર ઉત્થાનની ત્રીશક્તિ બની ગયો છે.
વધુમાં પી.એમ એ કહ્યું કે એકતા નગરમાં આવનાર લોકોને ફક્ત સરદાર સાહેબના દર્શન નથી થતાં પરંતુ તેમના જીવન, ત્યાગ અને એક ભારતના નિર્માણમાં તેઓના યોગદાનની પણ ઝાંકી જોવા મળે છે. આ પ્રતિમાના નિર્માણમાં જ ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ની છબી જોઈ શકાય છે.
ગુલામીની નિશાનીઓને ભારત હટાવી રહ્યું છે: પી.એમ મોદી
પી.એમ. મોદીએ વધુમાં કહ્યું કે, ‘અમૃત કાળ’માં ભારતએ ગુલામીની માનસિક્તાનો ત્યાગ કરીને આગળ વધવાનો સંકલ્પ પણ લીધો છે. આપણે વિકાસ પણ કરી રહ્યા છીયે અને આપણી ધરોહરનું રક્ષણ પણ કરી રહ્યા છીએ. ભારતે પોતાની નૌકા સેના ઉપર લાગેલા ગુલામીના ચીંહ્નો પણ હટાવી દીધા છે. ગુલામી દરમીયાન બનાવાયેલા બિનજરૂરી કાયદાઓને પણ હટાવવામાં આવ્યા છે. IPCને પણ ભારતની ન્યાય સૌહિતામાં લાવવામાં આવી છે. ઈન્ડિયા ગેટ ઉપર જ્યાં ક્યારેક વિદેશી સત્તાના પ્રતિનિધિઓની પ્રતિમા હતી ત્યાં આજે સુભાષ ચંદ્ર બોઝની પ્રતિમા દેશને પ્રેરણા આપી રહી છે.