ગુજરાતમાં રાજ્યની સ્થાપનાથી જ દારૂબંધી અમલમાં છે પણ એનો અમલ કડકાઈથી થતો નથી. કાયદા છે, સજા છે છતાં ગુજરાતમાં દારૂ બહુ સહેલાઈથી મળે છે એટલું જ નહિ પાડોશી રાજ્યમાંથી દારૂની ખેપ સતત ચાલુ હોય છે. આ જ કારણે દારૂ પીને વાહન ચલાવવાના કેસ વધતા જાય છે. હીટ એન્ડ રનના કેસ પણ વધી ગયા છે, જેમાં સેંકડો લોકોના જાન જાય છે અને આમે સરકાર અને સરકારી તંત્ર જવાબદાર છે.
સરકારી તંત્ર દારૂ પક્ડવા દરોડા પાડે છે પણ દારૂ પકડાય છે એના કરતાં અનેકગણો દારૂ રાજ્યમાં બહારથી આવે છે અને દેશી દારૂ પણ બને છે. એક અંદાજ મુજબ વર્ષે રૂ.3000 કરોડનો દારૂ રાજ્યમાં ઘુસાડવામાં આવે છે અને એમાંથી માંડ 300 કરોડનો દારૂ પકડાય છે. દેશનાં ઘણાં બધાં રાજ્યોમાં દારૂબંધી છે અને એનાં સારાં પરિણામો પણ જોવા મળ્યાં છે પણ કડકાઈથી આ કાયદાનો અમલ ના થતાં ઘણી સમસ્યાઓ પેદા થઇ છે.
રાજ્યમાં મોટા ભાગના વિસ્તારોમાં દારૂ બને છે અને એનાથી પોલીસ અજાણ નથી હોતી. પણ હપ્તાખોરીથી આ આખો ધંધો ચાલે છે. ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં દારૂનો જથ્થો પકડાવો એ એક સતત ચાલતી પ્રક્રિયા છે. 2024માં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા ₹22.51 કરોડથી વધુનો દારૂ અને કુલ ₹51.93 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો. વડોદરામાંથી સૌથી વધુ દારૂ પકડાયો હતો. ઉપરાંત મહેસાણા, વડોદરા ગ્રામ્ય, ગોધરા, સુરત ગ્રામ્ય, નવસારી, સુરેન્દ્રનગર અને બનાસકાંઠા જેવા વિસ્તારોમાં પણ કરોડોનો દારૂ ઝડપાયો હતો. 2023માં લગભગ ₹20 કરોડનો દારૂ પકડાયો હતો. એટલે કે દર વર્ષે દારૂ પકડાવાના કેસ પણ વધતા જાય છે.
આ જ કારણે દારૂ પીને વાહન ચલાવવાના કેસ પણ વધતા જાય છે. ગુજરાતમાં વર્ષ 2023-24 દરમિયાન દારૂ પીને વાહન ચલાવવાના 27,495 કેસ નોંધાયા હતા, જે દર્શાવે છે કે આ સમસ્યા કેટલી ગંભીર છે. અમદાવાદ જેવાં મોટાં શહેરોમાં દારૂ પીને વાહન ચલાવવાના કેસમાં વધારો જોવા મળ્યો છે, જેના કારણે રસ્તાઓ વધુ અસુરક્ષિત બન્યા છે. હીટ એન્ડ રનના કેસ વધ્યા છે. છેલ્લાં ત્રણ વર્ષ (2020-21 થી 2022-23) વિધાનસભામાં રજૂ થયેલા ડેટા મુજબ, ગુજરાતમાં કુલ 4,860 હિટ એન્ડ રનનાં કેસ નોંધાયા હતા. આ કિસ્સાઓમાં 3,449 લોકોએ જીવ ગુમાવ્યો હતો. 2,720 લોકો ઘાયલ થયાં હતાં. આવા કિસ્સાઓમાં ઘણી વાર વાહનચાલક ઘટનાસ્થળેથી ભાગી જાય છે, જેથી તેમને પકડવા અને સજા કરવી મુશ્કેલ બને છે.
આ આંકડા સ્પષ્ટપણે દર્શાવે છે કે ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં દારૂનો ગેરકાયદેસર વેપાર મોટા પાયે ચાલી રહ્યો છે. તંત્ર આ મુદે્ નબળું પડ્યું છે. દારૂનો કારોબાર કેટલા કરોડો છે એનો અંદાજ મેળવવો મુશ્કેલ છે, એટલું જ નહિ આ ધંધામાં કેટલી હપ્તાખોરી થાય છે એનો અંદાજ પણ કોણ આપે? અગાઉ રાજ્ય સરકાર નશાબંધી ખાતું ચલાવતું હતું પણ એ સફળ ના થયું એટલે એને બંધ કરાયું અને સ્ટેટ મોનીટરીંગ સેલ કામ કરે છે. અમે તો પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂ પકડાય તો એ પોલીસ અધિકારી સામે પગલાં લેવાય છે પણ એનાથી દારૂના ધંધામાં કોઈ ફરક પડ્યો નથી. ગુજરાત સરકાર માટે આ શરમજનક સ્થિતિ છે. એનો ઉકેલ લાવવામાં સરકારની ઈચ્છાશક્તિ ઓછી પડી રહી છે.
બંગાળમાં મમતાની અનોખી શ્રમશ્રી યોજના
મમતા બેનર્જી લડાયક નેતા છે અને એમની સામે ભાજપની કારીગરી બંગાળમાં હજુ સુધી ફાવી નથી. આવતા વર્ષે બંગાળમાં ચૂંટણી થવાની છે એ પહેલા ભાજપને હંફાવવા માટે મમતાએ ઘણી યોજના જાહેર કરી છે. એમાં શ્રમશ્રી યોજના સાવ જૂદી છે. આ યોજના હેઠળ, જે કામદારો બંગાળ પાછા ફરે છે તેમને ઘણા પ્રકારના લાભો આપવામાં આવશે. પરત ફરતા કામદારોને એક વાર ₹5,000 ની નાણાકીય સહાય આપવામાં આવશે, જેમાં મુસાફરીનો ખર્ચ પણ સામેલ છે. એટલું જ નહીં તેમને બંગાળમાં નવી નોકરી ન મળે ત્યાં સુધી, દર મહિને ₹5,000નું ભથ્થું એક વર્ષ માટે અથવા જ્યાં સુધી રોજગાર ન મળે ત્યાં સુધી આપવામાં આવશે.
ઉપરાંત આ કામદારો અને તેમના પરિવારોને રાજ્ય સરકારની અન્ય યોજનાઓ જેવી કે ‘ખાદ્ય સાથી’ (રાશન કાર્ડ) અને ‘સ્વાસ્થ્ય સાથી’ (આરોગ્ય વીમા કાર્ડ) ના લાભ પણ મળશે. જો તેમની પાસે રહેવા માટે ઘર ન હોય, તો તેમને સામૂહિક રસોડા કેન્દ્રોમાં રહેવાની વ્યવસ્થા કરવામાં આવશે. તેમના બાળકોને સરકારી શાળાઓમાં દાખલ કરાવવામાં આવશે જેથી તેમનો અભ્યાસ અટકશે નહીં. આ કામદારોની કુશળતાનું મૂલ્યાંકન કરવામાં આવશે અને જરૂરિયાત મુજબ ‘ઉત્કર્ષ બાંગ્લા’ યોજના હેઠળ તેમને તાલીમ આપવામાં આવશે. આ ઉપરાંત, તેમને ‘કર્મશ્રી’ યોજના હેઠળ જોબ કાર્ડ પણ આપવામાં આવશે.
આ યોજનાથી મમતાને રાજકીય ફાયદો થાય એ સ્વાભાવિક છે. યોજનાની જાહેરાત સાથે મમતા બેનર્જીએ ભાજપ પર સીધો હુમલો કર્યો છે. તેમણે દાવો કર્યો છે કે ભાજપ શાસિત રાજ્યોમાં બંગાળી કામદારોને પરેશાન કરવામાં આવી રહ્યા છે. આનાથી તેઓ ભાજપને બંગાળી વિરોધી અને કામદાર વિરોધી તરીકે ચિત્રિત કરી શકે છે. આ રાજકીય વ્યૂહરચના દ્વારા તેઓ બંગાળની જનતામાં ભાજપ વિરુદ્ધ એક નકારાત્મક છબી ઊભી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, જે આગામી ચૂંટણીઓમાં TMC માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.
સાથે આવા કામદાર પરિવાર ટીએમસી પ્રત્યે સહાનુભુતિ રાખે એ પણ શક્ય છે. આ યોજના ‘લક્ષ્મીર ભંડાર’ અને ‘કન્યાશ્રી’ જેવી મમતા બેનર્જીની અન્ય લોકપ્રિય કલ્યાણકારી યોજનાઓ જેવી જ છે. આ પ્રકારની યોજનાઓ ગરીબ અને જરૂરિયાતમંદ લોકોના સીધા સંપર્કમાં આવે છે અને સરકાર પ્રત્યે સકારાત્મક ભાવના પેદા કરે છે. જો શ્રમશ્રી યોજના અસરકારક રીતે લાગુ કરવામાં આવે તો, તેનાથી મમતા બેનર્જીની છબી એક દયાળુ અને લોકોની ચિંતા કરનાર નેતા તરીકે મજબૂત થશે, જે તેમની વ્યક્તિગત લોકપ્રિયતામાં વધારો કરશે.
-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.