Charchapatra

પ્રગતિશીલમેઘવાળ સમાજ- રાજસ્થાનનો

રામદેવ પીરના મંદિરમાં એકત્રીત થયેલ મેઘવાળ જનતાએ ઠરાવ્યું કે બારમું કરવું તદ્દન બિનજરૂરી છે. જેમના ઘરમાં મરણ થાય છે તેમાં ઘણાંની આર્થિક સ્થિતિ દયાજનક હોય છે કારણ મંદવાડનો ખર્ચ અને માંદગીને કારણે નોકરી ધંધામાંની આવક પણ ઘટી જાય છે તેમ છતાં જેમની આર્થિક સ્થિતિ કથળી ગઇ હોય છે તેઓ દેખાદેખીમાં બારમુ ઉજવે છે. મંડપ બાંધે છે, ગાદલા પથરાવે છે, માલદારો ઘણાં ખર્ચાળ હોલમાં બારમુ ઉજવે છે અને પોતાની આર્થિક સધ્ધરતાનું પ્રદર્શન કરી પોતાની ન્યાતમાં વટ પાડે છે. ગરીબો તેમનું અનુકરણ કરી બરબાદ થાય છે.

બારમુકરો કે પચાસમું, મરનાર કદી પાછા જીવતા થતા નથી પરંતુ તેમના બારમાનો ખર્ચ જીવતાને પણ સ્મશાને મોકલે એવો હોય છે. માટે આ બારમુ જે કોઇ કરશે તેને રૂા.51000નો દંડ થશે અને બારમામાન જમનારને રૂા.21000 હજારનો દંડ થશે. મરણ પછી કોઇ પણ નશાયુકત કે ખોટા રિવાજ અનુસરનારાઓ તેમજ લગ્ન પ્રસંગે વાજા ડી.જે. સાથે નાચગાન કરાવનારાઓ પર રૂા.21000નો દંડ થવો પડશે. દારૂપીને જાહેર સ્થળોએ જનારાઓએ તેમજ દારૂના નશામાં ગાળાગાળી મારામારી કરનારાઓ પર રૂા.11000નો દંડ નાખવામાં આવ્યો છે. દારૂ પીવો હોય તો ઘરમાં પીઓ. અમુક જ્ઞાતિમાનઘીના દીવા માટે 101, દૂરના ગામની મઢીના દીવા માટે 101, તેમજ અનેક સંસ્થાઓના નામે 100થી માનડી 1000ના કવરો બનાવવામાં આવે છે.

ઘણીવાર આ રકમનો સરવાળો 6000થી 8000નો થાય છે. એક એજયુકેશનને નામે હાલની મંડળીમાં રૂા.1000 આપી આજીવન સભ્ય પણ મરનારના કુટુંબીઓને બનાવવામાં આવે છે. આ મંડળી આપત્તિવેળા કયાંક સંતાઇ જાય છે, કોરોના વખતે કોઇ માયનોલાલ દેખાયો નથી. જયારે અમદાવાદ જેવા શહેરમાં પ્રકાશ બેન્કર નામના એક મેઘવાળ બેન્ક અમલદારે કોરોના કાળમાં ભૂખ્યા રહેતા મેઘવાળો, વિધવાઓને ઘરેબેઠા રાહત પહોંચાડી હતી અને આ એકત્રિત રકમનો સરવાળો લાખો રૂા.નો થયો અને વ્હોટસએપ પર તેનો વ્યવસ્થિત હિસાબ જાહેર પણ કરે છે. પછાત જ્ઞાતિઓ ભૂતકાળાન બોજાને કારણે તો ખરાં પરંતુ ખોટા રિવાજો અને બુધ્ધિહીન, સ્વાર્થી મેતરોની જાળમાં ફસાઇ રહેવાને કારણે વધુને વધુ પછાત થતી જાય છે. રાજસ્થાનની મેઘવાળ જ્ઞાતિએ આવી જ્ઞાતિઓને અંધારામાંથી બહાર લાવવાનો પુરૂષાર્થ કર્યો છે.
સુરત              – ભરત પંડયા- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top