PRAYAGRAJ : યુપીની યોગી સરકાર ( YOGI GOVERMENT) ના ચાર વર્ષ પૂરા થવા પર આજે સંગમ નગરી પ્રયાગરાજમાં આયોજિત કાર્યક્રમમાં ભારે હોબાળો થયો હતો. આ દરમિયાન ભાજપના ( BJP) વરિષ્ઠ નેતાઓ અને જિલ્લાના અધિકારીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. ભાજપના નેતાઓએ નારાજગી વ્યક્ત કરી અને જાહેરમાં અધિકારીઓને જોરદાર બૂમો પાડી ગમે તેમ બોલતા સંભળાયા હતા. કેટલાક કાર્યકરોએ અધિકારીઓની મુર્દાબાદ સુધી સૂત્રોચ્ચાર પણ કર્યા હતા.
મામલો એટલી હદે વણસી ગયો હતો કે પાછળથી અધિકારીઓએ સ્ટેજ પર ભાજપના ધારાસભ્યો અને અન્ય નેતાઓ માટે બધી ખુરશીઓ છોડી હતી અને તેઓને પાછળની લાઈનમાં બેસવું પડ્યું હતું. કાર્યક્રમ શરૂ થયા પછી બેઠકમાં પણ આ વાત સ્પષ્ટ દેખાઈ હતી.ભાજપના એક ધારાસભ્યએ પણ પોતાના ભાષણમાં અધિકારીઓને આવી ભૂલ ન કરવાની અને ફરીથી આવી ભૂલ ન થાય તે માટે જણાવ્યુ હતું.
યોગી સરકારના ચાર વર્ષ પૂરા થવા પર આજે રાજ્યના તમામ જિલ્લાઓમાં કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ પ્રયાગરાજમાં સાંસ્કૃતિક કેન્દ્ર સભાગૃહમાં યોજાયો હતો. સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે કેબિનેટ મંત્રી સિદ્ધાર્થનાથ સિંહના આગમન પૂર્વે ઘણા ધારાસભ્યો – રાજ્ય અને પ્રાંતના ત્રણ જિલ્લા વડાઓ અને ભાજપના અધિકારીઓ પણ ત્યાં પહોંચ્યા હતા. જ્યારે જિલ્લા પ્રમુખ અને વરિષ્ઠ પદઅધિકારીઓ સ્ટેજ પર મુકેલી ખુરશીઓ ઉપર બેસી ગયા ત્યારે ત્યાં હાજર અધિકારીઓને આ વાત યોગ્ય લાગી નોહતી.
ખરેખર, અધિકારી પોતે સ્ટેજ પર આગળની સીટ પર બેસવા માંગતા હતા. દરમિયાન એક અધિકારી સ્ટેજ પર પહોંચ્યા અને ખુરશી પર બેઠેલા ત્રણેય જિલ્લા વડાઓ અને અન્ય વરિષ્ઠ નેતાઓને હટાવ્યા. આનાથી કાર્યકરો ઉશ્કેર્યા અને ધક્કામુક્કી થઈ હતી. જોકે, ડીએમ ભાનુચંદ ગોસ્વામીએ ભાજપના નેતાઓના રોષનો બચાવ કરતાં હોબાળો મચાવ્યો હતો. બાદમાં, મંત્રી સિદ્ધાર્થનાથ સિંહના આગમન પછી વાતાવરણ સામાન્ય થઈ ગયું હતું, પરંતુ વાત અને રોષ અંત સુધી જોવા મળ્યો હતો.
સરકારી કાર્યક્રમોમાં બેઠક વ્યવસ્થા અને આયોજનને લઈને હમેશા અધિકારીઓ અને નેતાઓ વચ્ચે થતી માથાકૂટ અને બોલાચાલી હવે સામાન્ય થઈ ગઈ છે. ત્યારે પ્રયાગરજમાં બનેલી આ ઘટના વિશે કોઈ નવાઈ નથી.