Sports

T20 વર્લ્ડ કપ જીતવાની ખુશીમાં જય શાહની જાહેરાત, BCCI ટીમ ઈન્ડિયાને આપશે 125 કરોડનું ઇનામ

T-20 વર્લ્ડ કપ (World Cup) જીતનાર ભારતીય ટીમને BCCI 125 કરોડ રૂપિયાનું રોકડ ઇનામ આપશે. બોર્ડના સચિવ જય શાહે (Jay Shah) પોતે રવિવારે આની જાહેરાત કરી હતી. શાહે X પર લખ્યું- ‘મને એ જાહેરાત કરતાં ખૂબ જ આનંદ થાય છે કે T-20 વર્લ્ડ કપ જીતનાર ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ આપવામાં આવશે. ટીમે સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન જબરદસ્ત પ્રતિભા, સમર્પણ અને ખેલદિલી દર્શાવી હતી. હું આ અસાધારણ સિદ્ધિ માટે તમામ ખેલાડીઓ, કોચ અને સપોર્ટ સ્ટાફને અભિનંદન આપું છું.

રોહિત શર્માની કેપ્ટન્સીમાં ભારતીય ક્રિકેટ ટીમે T20 વર્લ્ડ કપ 2024ની ફાઈનલ મેચમાં દક્ષિણ આફ્રિકાની ટીમને 7 રનથી હરાવીને બીજી વખત ટાઈટલ જીતવામાં સફળતા મેળવી છે. હવે ટીમના આ શાનદાર પ્રદર્શન બાદ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ પણ ઈનામી રકમની જાહેરાત કરી છે જેમાં ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફ માટે 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ જાહેર કરવામાં આવી છે. બીસીસીઆઈના સચિવ જય શાહે ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. ભારતીય ટીમ 13 વર્ષ બાદ ICC ટ્રોફી જીતવામાં સફળ રહી છે.

ચેમ્પિયન બનવા માટે 20.36 કરોડ રૂપિયા મળ્યા
ભારતીય ટીમને એક દિવસ પહેલા વર્લ્ડ ચેમ્પિયન બનવા માટે 20.36 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી છે. ICCએ આ ટૂર્નામેન્ટ પહેલા ઈનામી રકમમાં વધારો કરવાની જાહેરાત કરી હતી.

આ T20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમની અજેય રમત જોવા મળી હતી, ત્યારબાદ તે આ ટુર્નામેન્ટના ઈતિહાસમાં એક પણ મેચ હાર્યા વિના વર્લ્ડ કપ ટ્રોફી જીતનારી પ્રથમ ટીમ બની હતી. બાર્બાડોસના મેદાન પર રમાયેલી ફાઈનલ મેચમાં વિરાટ કોહલીએ ટીમ ઈન્ડિયાની જીતમાં બેટથી મહત્વની ભૂમિકા ભજવી હતી, તો જસપ્રિત બુમરાહ, અર્શદીપ સિંહ અને હાર્દિક પંડ્યાએ બોલિંગમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. સૂર્યકુમાર યાદવના કેચએ ટીમ ઇન્ડિયાની જીતને પાક્કી કરી હતી. તમને જણાવી દઈએ કે રોહિત શર્માની કેપ્ટન્સીવાળી ભારતીય ટીમને T20 વર્લ્ડ કપ 2024નો ખિતાબ જીતવા માટે ICC તરફથી 20.36 કરોડ રૂપિયાની ઈનામી રકમ પણ મળી છે.

Most Popular

To Top