National

બંધારણની આત્મા પર પ્રહાર કરવાવાળા ‘સંવિધાન હત્યા દિવસ’ ઉજવશે- પ્રિયંકા ગાંધીનો BJP પર કટાક્ષ

નવી દિલ્હી: (New Delhi) કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી (Priyanka) વાડ્રાએ શનિવારે કેન્દ્ર સરકાર અને ભારતીય જનતા પાર્ટી (BJP) પર નિશાન સાધતા કહ્યું કે શું નવાઈની વાત છે કે જે લોકો બંધારણ અને લોકશાહીની આત્મા પર હુમલો કરે છે તેઓ બંધારણ હત્યા દિવસની ઉજવણી કરશે. કેન્દ્ર સરકારના 25 જૂનને ‘સંવિધાન હત્યા દિવસ’ તરીકે મનાવવાના નિર્ણય બાદ પ્રિયંકા ગાંધીએ ભાજપ પર આ પ્રહાર કર્યો હતો.

જણાવી દઈએ કે ગઈકાલે કેન્દ્ર સરકાર દ્વારા 25 જૂન ને સંવિધાન હત્યા દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરવામાં આવી હતી. આ દિવસે 1975માં ઈમરજન્સી જાહેર કરવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે 25 જૂને બંધારણ હત્યા દિવસની ઉજવણી આપણને યાદ અપાવશે કે જ્યારે બંધારણને કચડી નાખવામાં આવ્યું ત્યારે શું થયું હતું. તે સમયે લોકોએ જે યાતનાઓ ભોગવી હતી તેનો સમ્માન કરવાનો આ દિવસ છે.

પ્રિયંકાએ શું કહ્યું?
પ્રિયંકાએ ‘X’ પર એક પોસ્ટમાં કહ્યું કે ભારતના મહાન લોકોએ ઐતિહાસિક લડાઈ લડીને તેમની સ્વતંત્રતા અને તેમનું બંધારણ જીત્યું છે. જેમણે બંધારણ બનાવ્યું, જેમને બંધારણમાં શ્રદ્ધા છે તેઓ જ બંધારણની રક્ષા કરશે.

ભાજપ પર નિશાન સાધતા તેમણે કહ્યું કે સંવિધાનના અમલનો વિરોધ કર્યો, બંધારણની સમીક્ષા માટે કમિશન બનાવ્યું, બંધારણને નાબૂદ કરવાની હાકલ કરી, પોતાના નિર્ણયો અને કાર્યોથી બંધારણ અને લોકશાહીની આત્મા પર વારંવાર પ્રહારો કર્યા. આ કોઈ આશ્ચર્યજનક બાબત નથી કે નકારાત્મક રાજકારણ ધરાવતા લોકો ‘સંવિધાન હત્યા દિવસ’ ઉજવશે.

Most Popular

To Top