લખનઉ (Lucknow): રિપબ્લિક ટીવીના મુખ્ય સંપાદક અરનબ ગોસ્વામી (Arnab Goswami) દ્વારા બ્રોડકાસ્ટ ઑડિયન્સ રિસર્ચ કાઉન્સિલ (BARC) ના પૂર્વ સીઇઓ પાર્થો દાસગુપ્તા સાથે થયેલી આશરે હજાર પાનાની વોટ્સએપ ચેટ્સ લીક થયા બાદ કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ (Priyanka Gandhi) ભાજપ – કેન્દ્ર સરકાર અને અરનબ પર નિશાન સાધ્યું છે. પ્રિયંકા ગાંધીએ કહ્યું કે રાષ્ટ્રવાદનો દાવો કરનારા રાષ્ટ્રવાદીઓ કાંડ કરતા પકડાયા છે.
મુંબઇ ક્રાઈમ બ્રાંચે દાખલ કેરલી ચાર્જશીટમાં આ ચેટ છેે. આ ચેટમાં અરનબ કહે છે કે અરનબ પુલવામામાં થયેલા હુમલા વિશે બોલતા કહે છે કે ‘તેનાથી આપણે ફાયદો થશે’. આ મામલો પ્રકાશમાં આવ્યા પછી પ્રિયંકાએ બુધવારે પોતાના ટ્વિટમાં લખ્યું કે, દેશની સુરક્ષાને લગતી અત્યંત ગુપ્ત માહિતી એક પત્રકારને પહોંચાડવામાં આવી હતી. આપણા દેશના બહાદુર સૈનિકો શહીદ થયા હતા. પત્રકાર કહે છે ‘અમને ફાયદો થશે’. રાષ્ટ્રવાદનો દાવો કરનારા રાષ્ટ્રવિરોધી કૃત્યોમાં ઝડપાયા હતા.આ ખૂબ જ ગંભીર બાબત છે. આની નિષ્પક્ષ તપાસ થવી જોઈએ … 1/2 ‘
બીજી ટ્વિટમાં પ્રિયંકા ગાંધીએ લખ્યું કે, એક તરફ આ સરકાર ખેડૂતોનું સાંભળતી નથી, બીજી બાજુ સૈનિકોની જીંદગી સાથે રમી રહી છે. જય જવાન જય કિસાન આપણા દેશનું સૂત્ર છે. આ સૂત્રને વારે ઘડીએ બોલ બોલ કરવાથી અને તેનું પુનરાવર્તન કરવાથી કંઇ નહીં થાય આ સૂત્રને વળગી રહેવું એ દેશના શહીદો પ્રત્યે દરેક નેતાની નૈતિક ફરજ છે.’.
સોશિયલ મીડિયા પર વોટ્સએપ ચેટ્સ લીક થયા પછી, મુંબઇ પોલીસ અને મહારાષ્ટ્ર સરકારને આ સવાલ પૂછવામાં આવી રહ્યો છે કે શું ઑફિશિયલ સિક્રેટ એક્ટમાં (Official Secret Act) રિપબ્લિક ટીવી મુખ્ય સંપાદક અરનબ ગોસ્વામી અને BARCના પૂર્વ સીઇઓ પાર્થો દાસગુપ્તા વિરુદ્ધ કોઈ FIR નોંધાવવામાં આવશે કે નહીં?
બીજી બાજુ મુંબઇ પોલીના એક અધિકારીના જણાવ્યા મુજબ તે બે લોકો વચ્ચે ખાનગી ચેટ છે. આ અધિકારીએ જણાવ્યુ છે કે હકીકતમાં તો આટલી ગંભીર ચેટ બહાર આવ્યા પછી કેન્દ્ર સરકારે જ આ મામલે ફરિયાદી બનવું જોઈએ અને મુંબઈ પોલીસમાં FIR નોંધાવવી જોઈએ. પરંતુ કેન્દ્ર સરકાર આ કરશે કે નહીં, આ અધિકારીના મતે આ નિર્ણય કેન્દ્રીય ગૃહ મંત્રાલયે લેવાનો છે. મુંબઈ પોલીસ અથવા રાજ્ય સરકાર આ મામલે કેન્દ્ર સરકારને આદેશ આપી શકતી નથી. જણાવી દઇએ કે મંગળવારે મહારાષ્ટ્રના ગૃહ પ્રધાન અનિલ દેશમુખે (Maharashtra Home Minister Anil Deshmukh) પણ મીડિયા દ્વારા તેમની અરનબ વિરુદ્ધ FIR કરવાની વાત કેન્દ્ર સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે.