ભારતમાં ચાલતું ખેડૂત આંદોલન હવે આંતરરાષ્ટ્રીય વિવાદ બની રહયો છે, જેમાં ખ્યાતનામ લોકો દ્વારા ટ્વીટર પર ચાલતા નિવેદનો પણ ભારતના અખબારોની હેડલાઈન (HEADLINE) બની રહ્યા છે, જેમાં રિહાના બાદ હવે પોર્નસ્ટાર મિયાં ખલિફા (PORN STAR MIA KHALIFA) મેદાને છે, અને તેણે હવે ભારતીય અભિનેત્રી પ્રિયંકા પર નિશાન સાધતા ટ્વીટ કર્યું છે. મિયા ખલિફાએ પ્રિયંકા ચોપરા જોનાસના મૌન પર નારાજગી વ્યક્ત કરી હતી. અને લખ્યું હતું કે ‘શ્રીમતી જોનાસ આ મામલે કંઈ બોલી શકશે? હું આ જાણવા આતુર છું ‘.
દેશમાં હાલ ચાલી રહેલા ખેડૂત આંદોલન પર આંતરરાષ્ટ્રીય પ્રતિક્રિયાઓ આવી રહી છે. દુનિયાભરના સેલેબ્સ સોશિયલ મીડિયા દ્વારા ખેડૂત આંદોલન પર પોતાનો ટેકો અને વિરોધ વ્યક્ત કરી રહ્યા છે. આંતરરાષ્ટ્રીય પોપ-ગાયક રિહાના (POP SINGER RIHANNA) પછી, પોર્ન સ્ટાર મિયા ખલિફાએ પણ ખેડૂત આંદોલન માટે પોતાનું સમર્થન દર્શાવ્યું હતું. તે આ મુદ્દે સતત ટ્વીટ કરતી રહે છે. હવે મિયાએ ખેડૂતોની આ લડતમાં પ્રિયંકા ચોપરા જોનાસ (PRIYANKA CHOPRA JONAS)ના મૌન પર સવાલ ઉઠાવ્યા છે.
કિસાન આંદોલન પર પ્રિયંકાએ ક્યારે અને શું ટ્વીટ કર્યું?
ડિસેમ્બરમાં પ્રિયંકા ચોપડાએ ખેડૂત આંદોલન પ્રત્યે સહાનુભૂતિ (SYMPATHY) દર્શાવી હતી. તેમણે દિલજીત દોસાંઝ (DILIJIT DOSANJH)ના ટ્વિટને રિટ્વીટ કર્યું અને લખ્યું – ‘અમારા ખેડૂત ભારતના ફૂડ સૈનિક છે. તેમના ડરનો ઉકેલ લાવવો પડશે. તેમની અપેક્ષાઓ પ્રમાણે જીવવું પડશે. સમૃદ્ધ લોકશાહી, આપણે ખાતરી કરવી જ જોઇએ કે આ દુર્ઘટના શક્ય તેટલી વહેલી તકે સમાપ્ત થાય. પરંતુ આ ટ્વિટ પછી પ્રિયંકાએ ખેડૂત આંદોલન અંગે હજી સુધી કોઈ અન્ય પ્રતિક્રિયા આપી નથી.
કંગનાએ પ્રિયંકા-દિલજીતની ટીકા કરી હતી
મિયા ખલીફા પહેલા કંગના (KANGANA) પણ પ્રિયંકા અને દિલજીતની ટીકા કરી હતી. તેણે કહ્યું હતું કે પ્રિયંકા અને દિલજીત ખેડૂતોને ઉશ્કેર્યા પછી ગાયબ થઈ ગયા છે. મહત્વનું છે કે, મિયા ખલીફા છેલ્લા કેટલાક દિવસોથી ખેડૂત આંદોલનને જોરદાર ટેકો આપી રહી છે. આ મુદ્દે તેમણે દિલ્હીમાં ઇન્ટરનેટ સેવા બંધ કરવા અંગે સૌ પ્રથમ ટ્વીટ કર્યું હતું. કેટલાક લોકોએ તેમને પૈસા આપીને આ પ્રચારમાં સામેલ થયા હોવાનો આક્ષેપ પણ કર્યો હતો, પરંતુ મિયાએ પણ દરેક વખતે ટ્રોલર્સને યોગ્ય જવાબ આપ્યો છે.