પ્રિયા આનંદ તેના નામ પરથી તો સાઉથની લાગતી નથી પણ છે સાઉથની અને હિન્દી ફિલ્મ ઉપરાંત વેબ સિરીઝમાં ચૂપચાપ કામ શરૂ કર્યું છે. શું છે કે તેની મમ્મી સાઉથની છે તો તેના પિતા અડધા તેલુગુ ને અડધા મરાઠી છે અને આ પ્રિયા ચેન્નઇ અને હૈદ્રાબાદ બંને શહેરમાં મોટી થઇ છે એટલે તમિલ, તેલુગુ ઉપરાંત હિન્દી પણ જાણે છે- બહુ નહીં થોડું. હિન્દી જ નહીં બંગાળી, મરાઠી, સ્પેનિશ અને ઇંગ્લિશ પણ. તેને શરૂથી જ ફિલ્મોમાં અને વિવિધ ભાષામાં રસ હતો એટલે 2010માં તેને તમિલ ફિલ્મ મળી તો સ્વીકારી લીધી. તેની બીજી ફિલ્મ ‘વામનન’ હતી જેનું સંગીત ખૂબ જ લોકપ્રિય થયું અને તેની પર ફિલ્માવાયેલા ગીતની લોકપ્રિયતા તો એવી હતી કે લોકો તેને ‘પ્રિયા સોંગ’ કહેતા. બસ પછી તેની ગાડી ચાલી નીકળી.
પ્રિયાની પાંચમી ફિલ્મ જ હિન્દી હતી જેનું નામ છે ‘ઇંગ્લિશ વિંગ્લીશ’. તેમાં તેણે શ્રીદેવી સાથે રાધાની ભૂમિકા ભજવેલી. ત્યારબાદ જેકી ભગવાની સાથે પ્રિયદર્શન દિગ્દર્શીત ‘રંગબાઝ’ આવી જેમાં તે હીરોઇન હતી. તે ‘ફુકરે’માં પણ હતી અને નામ પ્રિયા જ હતું. એટલે તમેક હી શકો કે હિન્દીમાં તે રસ્તો કરી રહી છે. આ રસ્તો કરવા જ તેણે ‘એ સિમ્પલ મર્ડર’ વેબ સિરીઝમાન કામ કર્યું છે. લોકડાઉન દરમ્યાન તેણે આ સિરીઝનું શૂટિંગ કર્યું હતું.
પોતાના સમયનો અને ક્ષમતાનો ઉપયોગ મેકિસમમ કઇ રીતે થાય તે માટે તે વિચારતી રહે છે. તેને ચાન્સ તો અન્ય ભાષની ફિલ્મોમાં પણ મળી શકે પણ તેનો પ્રયત્ન હિન્દીમાં આગળ વધવાનો છે. આનું મુખ્ય કારણ એ છે કે સાઉથના નિર્માતા-દિગ્દર્શકો એક સાથે 4-5 ભાષામાં ફિલ્મ બનાવે છે અને પ્રિયા આવી ફિલ્મોમાં સાધિકાર પ્રવેશવા માંગે છે. અલબત્ત, અત્યારે તેની પાસે જે પાંચ ફિલ્મો છે તેમાંની ચાર તમિલ ને એક મલયાલમ છે પણ તે હિન્દી ફિલ્મ માટે બધી રીતે તૈયાર છે. તેની ‘ઓરેન્જ’, ‘વામનન’ (ડેંઝરસ લવર) ઉપરાંત ‘અરુણ સાર્જી’ (નફરત કી જંગ), ઉપરાંત ‘રાજયુધ્ધ, ‘ધૂમ મચાલે’ જેવી ફિલ્મો હિન્દીમાં જોઇ શકાય છે. પ્રિયા સમજે છે કે હિન્દી ફિલ્મોના પ્રેક્ષકોમાં ઓળખ બનાવીશુ તો આપોઆપ તેની સાઉથની ફિલ્મો હિન્દી ડબ્ડ થવા માંડશે. કયારેક થાય કે સાઉથની ફિલ્મોને જે રીતે હિન્દીમાં ડબ થતી ફિલ્મોનો ફાયદો મળે છે તે આપણી દિપીકા પાદુકોણ, આલિયા ભટ્ટ વગેરેને મળે છે. અત્યારે સિનેમાનો બિઝનેસ બદલાઇ ગયો છે એટલે જેને તેની ખબરપડે તે વધારે સફળતા મેળવશે.