Charchapatra

ખાનગીકરણથી મૂડીવાદ વકરશે

તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહયું તમામ સરકારી વેપારી સંસ્થાઓનું ખાનગીકરણ થશે. સરકારે વેપાર કરવાની હવે કોઇ જ જરૂર નથી. લાગે છે કે આપણો દેશ મૂડીવાદી લોકશાહી તરફ અગ્રેસર થઇ રહયો છે જેમાં કહેવા પૂરતી જ લોકશાહી સરકાર હોય છે બાકી કોની અને કહયા પક્ષની સરકાર હોય તે નક્કી તો મૂડીપતિઓ જ કરતા હોય છે.

પ્રજા તો માત્ર આ કે તે પક્ષને મત આપનાર માત્ર મોહરૂ જ બની રહે છે. જો આમ જ થતું રહેશે તો વિશ્વમાં સૌથી મોટી લોકશાહી રાષ્ટ્ર કહેવાતુ ભારત અને તેની લોકશાહી ટકશે કે કેમ તે પ્રજાએ વિચારવાનો સમય થઇ ગયો છે. માન્યુ કે સરકારી આર્થિક ઉપાર્જન કરતી સંસ્થાઓ ખોટ કરતી હશે તો તે ખોટ શા કારણે થઇ રહી છે તે સંશોધન થવુ ઘટે અને તે કારણો દૂર કરી તેને નફો રળતા કરવા ઘટે.

બાકી તેનું ખાનગીકરણ કરવું એટલે માથુ દુ:ખતું હોય તો તેનું ધડ જ અલગ કરી નાંખવા જેવું છે. કહે છે કે અંગ્રેજો આપણા વેપાર હાથમાં લઇને જ આપણને તમામ પ્રકારે ગુલામ કર્યા હતા. તેમાંથી આઝાદીના લડવૈયાઓએ આપણને રાજકીય આઝાદી અપાવી પણ આર્થિક ગુલામી તો પ્રજા આજે પણ ભોગવે છે. વળી શાસકો મુડીવાદને પ્રોત્સાહીત ખાનગીકરણ દ્વારા કરી પ્રજાને આર્થિક ગુલામીની બેડીમાં જકડી રયા હોય એવું નથી લાગતું?

નવસારી           – ગુણવંત જોષીઆ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top