વડોદરા: વડોદરા શહેરમાં મુખ્ય માર્ગો ઉપર તથા સર્કલો નજીક ખાનગી વાહનો પેસેન્જરો ભરવા લાંબી કતારો લગાવી રહ્યા છે. ત્યારે તે સ્થિતિ તેવીને તેવી જ છે. આ વાહનોના કારણે ટ્રાફિકની સમસ્યા ખુબ વધી રહી છે. બીજી બાજુ ખાનગી વાહનોમાં પેસેન્જરોને એ રીતે ઘીચો-ઘીચ ભરવામાં આવે છે કે કોઈ મોટી દર્ઘટના થવાનો પણ ભય રહેતો હોય છે. જોકે આમ જનતાને આ વાહનોના કારણે ઘણી ટ્રાફિકની સમસ્યા ભોગવવી પડી રહી છે. ત્યારે તંત્ર દ્વારા ગેરકાયદેસર પેસેન્જરો ભરવાને લઈ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. શહેરના કેટલાય વિસ્તારોમાં ખાનગી વાહનો ગેરકાયદેસર રીતે પેસેન્જરો ભરી રહ્યા છે. ત્યારે આજરોજ સોમા તળાવ ચાર રસ્તા પાસેથી ખાનગી વાહનોમાં ભરાતા પેસેન્જરોનો ફોટો પ્રકાશીત કરવામાં આવ્યો હતો.
જેમાં એક સ્થળે વાહન ઉભુ રાખી પેસેન્જરો ભરતું જણાય છે. સાથે જ તે નજીકના રસ્તાઓ ઉપર પણ અન્ય કેટલાય વાહનો પેસેન્જરો ભરી દોડતા જણાયા હતા. આ સમગ્ર મામલે આકાશ પટેલ(આર.ટી.ઓ, એ.આર.ટી.ઓ)ને સંપર્ક કરાતા તેઓએ સતત કડક કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યુ હતું. ત્યારે જે.સી.કોઠીયા(ડીસીપી I/C ટ્રાફિક)એ જણાવ્યુ હતું કે, પોલીસ દ્વારા કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.