Business

ખાનગી શાળાના વિદ્યાર્થીઓને ડીપ્થેરિયા અને ટીટીની રસી મુકવામાં આવી

વડોદરા : વડોદરામાં ચોમાસાની સાથે સાથે પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાએ દસ્તક દીધી હતી.હાલ તેના પ્રમાણમાં વધારો જોવા મળી રહ્યો છે.જેને લઈ હાલ પાલિકા તંત્ર સજ્જ બન્યું છે અને શાળામાં અભ્યાસ કરતા બાળકો માટે ખાસ તકેદારીરૂપે પગલાં લેવામાં આવી રહ્યા છે.ત્યારે માંજલપુર અર્બન હેલ્થ સેન્ટર દ્વારા ખાનગી શાળામાં ડીપ્થેરિયા અને ટીટી વેક્સિનેશનનો કેમ્પ યોજાયો હતો.

વડોદરા શહેરમાં રોગચાળાના પ્રમાણમાં ભારે ઉછાળો જોવા મળી રહ્યો છે. શહેર માં ડેન્ગ્યુ કમળો ચિકનગુનિયા સહિત સ્વાઈન ફ્લુના કેસો પણ સામે આવી રહ્યા છે જ્યારે બીજી તરફ સામાન્ય તાવ ઝાલા ઉલટીના કેસોને લઈ શહેરની સરકારી અને ખાનગી હોસ્પિટલો દર્દીઓથી હાઉસફૂલ જોવા મળી રહી છે.ત્યારે વડોદરા મહાનગરપાલિકા તંત્ર દ્વારા અગમચેતીના ભાગરૂપે શાળામાં અભ્યાસ કરતા બાળકોના સ્વાસ્થ્ય અંગે તકેદારીના પગલાં લેવાની શરૂઆત કરવામાં આવી છે.ત્યારે માંજલપુર અર્બન હેલ્થ સેન્ટર દ્વારા ખાનગી શાળાઓમાં વેક્સિનેશન કેમ્પનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

જેના ભાગરૂપે આજે માંજલપુર વિસ્તારની ખાનગી શાળા ખાતે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે વિશેષ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ડીપ્થેરિયા તેમજ ટીટી વેક્સિનેશન કરવામાં આવ્યું હતું.આ કેમ્પમાં મોટી સંખ્યામાં શાળાના વિદ્યાર્થીઓએ ભાગ લઈ કેમ્પને સફળ બનાવ્યો હતો.ત્યારે કેમ્પમાં સહકાર આપવા બદલ શાળાના અગ્રણી શિક્ષકોએ વાલીઓ, વિદ્યાર્થીઓ તેમજ અર્બન સેન્ટરની ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.

Most Popular

To Top