Gujarat

ગુજરાતની જેલોમાં કેદીઓ ડ્રગ્સ, ચરસ, ગાંજો અને ચપ્પુ પણ રાખે છે

ગાંધીનગર: રાજયની 17 મોટી જેલોમાં 1700 પોલીસજવાનોએ શુક્રવારે આખી રાત્રી સુધી સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતું. જો કે , જેલોની અંદરથી પોલીસને મોબાઈલ ફોન તથા ડ્રગ્સ મળી આવ્યુ છે. આ ઉપરાંત કેટલીક જેલોની અંદરથી ગાંજો , બીડી, સિગારેટ સહિતની પ્રતિબંધિત ચીજવસ્તુઓ મળી આવી છે.

બોડી વોર્ન કેમેરા સાથે પોલીસ શુક્રવારે રાત્રે જેલોની અંદર દરોડો પાડવા ગઈ હતી. ખાસ કરીને જેલની અંદર ગેરકાયદે પ્રવૃત્તિ ચાલી રહી છે. તે રોકવા માટે આ ઓપેરશન હાથ ધરાયુ હતુ. ગઈકાલે ગૃહ રાજય મંત્રી હર્ષ સંઘવી અચાનક પોલીસ ભવન દોડી ગયા હતા. એટલું જ નહીં , તેમેમે રાજયના પોલીસ વડા વિકાસ સહાય સાથે બેઠક કરીને જેલોમાં સર્ચ ઓપરેશનનુ આયોજન કર્યુ હતું. આ ઉપરાંત ચાલુ ઓપરેશન જોવા માટે હર્ષ સંઘવી સીએમ ડેશબોર્ડ ખાતે પહોચી ગયા હતા.જયાં તેમણે જેલોની અંદર સર્ચ ઓપરેશન જીવંત નિહાળ્યુ હતું.

જેલોની અંદર સર્ચ ઓપેરશન દરમ્યાન 16 કરતાં વધુ મોબાઈલ ફોન , તમાકુ , ગુટખા, અમદાવાદની સેન્ટ્રલ જેલમાંથી ગાંજાના 65 પેકેટસ , બીજી , સિગારેટ , ક્રિકેટનું બેટ તથા તીક્ષ્ણ ચપ્પુ , અમદાવાદની સેન્ટ્રલ જેલની અંગર પોલીસ કર્મીઓ કેદીઓને મોબાઈલ ફોનથી વાતો કરાવતા હોવાની વિગતો બહાર આવી છે.

અમદાવાદની સેન્ટ્રલ જેલની અંદર યુપીના ગેંગસ્ટર અતીક અહેમદને રાખવામાં આવ્યો છે. તેને ગેરકાયદે રીતે સગવડો આપવામા આવી રહી છે તેવી જાણ આંતરીક રીતે પોલીસ કર્મીઓએ જ આ માહિતી બહાર પાડી હતી. અતીક અહેમદ અગાઉ પાંચ વખત ધારાસભ્ય તથા એક વખત સાંસદ રહી ચૂકયો છે.

સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર તેને અમદાવાદની સેન્ટ્રલ જેલમાં રખાયો છે. યુપીમાં બસપાના ધારાસભ્ય રાજુ પાલની હત્યાના એકમાત્ર સાક્ષી ઉમેશ પાલની ગત 24મી ફેબ્રુ.એ હત્યા કરી દેવાઈ હતી. ઉમેશ પાલ ૨૦૦૫માં પ્રયાગરાજમાં થયેલી બસપાના ધારાસભ્ય રાજુ પાલની હત્યાના કેસમાં મુખ્ય સાક્ષી હતા. રાજુ પાલની હત્યાના કેસમાં યુપીનો કુખ્યાત ગેંગસ્ટર કમ રાજકારણી અતિક અહમદ મુખ્ય આરોપી છે.

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ઉમેશ પાલની બિલકુલ ફિલ્મી સ્ટાઈલમાં થયેલી હત્યાએ ખળભળાટ મચાવ્યો હતો. મશીનગનો સાથે ત્રાટકેલા છ હુમલાખોરોએ અંધાધૂંધ ગોળીઓ વરસાવીને અને બોમ્બ ફેંકીને માત્ર ૪૭ સેકન્ડમાં તો ઉમેશ પાલનો ખેલ ખતમ કરીને ફરાર થઈ ગયા હતા. ઉમેશ પાલની હત્યા બાદ યુપીના સીએમ યોગી આદિત્યનાથે કહયું હતું કે ,” હમ માફિયાઓં કે ખિલાફ હૈં ઔર અતિક અહમદ કો મિટ્ટી મેં મિલા દેંગેં. “

Most Popular

To Top