વડોદરા : વડોદરા મધ્યસ્થ જેલ લાંબા સમયથી વિવાદોમાં રહ્યું છે. અગાઉ જેલમાં ચાલતા કોલ સેન્ટરને ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પકડી પાડવામાં આવ્યુ હતું. જેમાં એક કેદી અન્ય કેદીઓને જેલમાંથી ફોન પર એક મીનિટ વાત કરવા રૂ.100 લેતો હતો. ત્યારે આ પછી પણ જેલ ફરી એકવાર વિવાદોના ઘેરામાં આવી ગયું છે. જ્યાં જેલ પર ઘણા ગંભીર પ્રકારના આક્ષેપ થઈ રહ્યા છે. વડોદરા મધ્યસ્થ જેલમાંથી એક વર્ષના સમયમાં અનેક ફોન પકડાયા હતા. જેની રાવપુરા પોલીસ સ્ટેશનમાં કુલ ફોન-સીમ પકડાયાની કુલ 19 ફરિયાદો નોંધાઈ છે. ત્યારે બીજી બાજુ સૂત્રો દ્વારાએ પણ જાણવા મળ્યુ હતું કે, જેલ સત્તધીશો ફોન પકડવાની કામગીરી બતાવવા અમુક કેદીઓના ફોન પકડી તેનો કેસ નોંધી રહ્યા છે.
જો જેલમાં એટલી હાઈ સિક્યુરિટી હોય છે. તો જેલમાં ફોન કેવી રીતના જઈ રહ્યા છે. બીજી બાજુ જેલમાં સીસીટીવી, ઝામર લાગેલા હોય છે. તો તે હોવા છતાં પણ કેદીઓ ફોનનો ઉપયોગ પણ કેવી રીતના કરી રહ્યા છે. આ એક મોટી અને નિષ્પક્ષ તપાસનો વિષય છે. જો જેલના ઉચ્ચ અધીકારીઓ દ્વારા યોગ્ય તપાસ થાય તો મોટા ચોંકાવનારા ખુલાસા થઈ શકે છે. જોકે ગુજરાતમિત્રના અહેવાલ બાદ જેલ સત્તાધિશોએ તપાસ શરૂ કરી હતી. પરંતુ તે તપાસ ક્યાં સુધી પહોંચી છે, કે તપાસમાં શું ખુલ્યું છે, તે કશું પણ જાણવા મળ્યુ ન હતું. ત્યારે તપાસ અંગે Dysp વી.આર.પટેલને ફોન કરતાં તેમનો સંપર્ક થઈ શક્યોન હતો. આ દરમિયાન ગુજરાતમિત્રને રસપ્રદ જેલમાં ગેરકાયદે ચાલતું રેટકાર્ડ હાથે લાગ્યું છે.