Charchapatra

રાષ્ટ્રહિતને પ્રાથમિકતા

અમેરિકા અને ઇંગ્લેન્ડ જેવા દેશોમાં લોકશાહી મહેકી રહી છે અને તાનાશાહ પ્રેશી શકી નથી. ઇંગ્લેન્ડમાં રાજાનું માત્ર સર્વોચ્ચપદના ગૌરવ, મોભભાને જાળવવા પૂરતું જ છે. ભારતના રાષ્ટ્રપતિ પદ જેટલી સત્તા નથી. અમેરિકાના પ્રમુખ અને ઇંગ્લેન્ડના વડાપ્રધાન કદી રાષ્ટ્રહિતને વિસરતા નથી અને કોઇપણ રાજદ્વારી નિર્ણય કે વ્યવહાર, નીતિ રાષ્ટ્રહિતને બાજુએ રાખીને વર્તતા નથી. અન્ય રાષ્ટ્ર સાથે ગમે તેટલી ગાઢ મૈત્રી હોય કે વ્યવહાર ચાલતો હોય, રાષ્ટ્રોના સમૂહમાં સભ્ય હોય કે ભાવાત્મક સંબંધ હોય, વંશીય કે ધાર્મિક પ્રભાવ હોય તો પણ તે દેશો પ્રથમ પોતાના રાષ્ટ્રહિતને જ પ્રાધાન્ય આપે છે, કોઇ ભ્રમ કે પ્રચારને ધ્યાનમાં લેતા નથી. અન્ય રાષ્ટ્રોના સમૂહમાં સભ્ય હોય કે ભાવાત્મક સબંધ હોય, વંશીય કે ધાર્મિક પ્રભાવ હોય તો પણ તે દેશો પ્રથમ પોતાના રાષ્ટ્રહિતને જ પ્રાધાન્ય આપે છે, કોઇ ભ્રમ કે પ્રચારને ધ્યાનમાં લેતા નથી. અન્ય રાષ્ટ્રના ગમે તેટલા ઉપકાર હોય કો પણ પોતાના રાષ્ટ્રના હિતને હાનિ પહોંચતી હોય, ત્યારે પોતાના રાષ્ટ્રહિતને પ્રમાણે જ વર્તે છે. પોતાના રાષ્ટ્રમાં યોજાયેલી ચૂંટણીઓના જે પરિણામ આવે તેને ખેલદિલીપૂર્વક સ્વીકારી સામાપક્ષને દિલી મુબારકબાદ પણ આપે છે, કોઇ રાજકીય કાવાદાવા, ઝઘડા થતા નથી. વિશ્વમાં પોતાના રાષ્ટ્રની આબરૂ બરાબર સાચવે છે, ભારતે આ દેશો પાસેથી રાષ્ટ્રહિત અને લોકશાહીના પાઠો શીખવા જેવા છે. જાણે-અજાણે પોતાનાથી રાષ્ટ્રહિતને હાનિ પહોંચાડતી ભૂલ થઇ ગઇ હોય તો ગૌરવ ગરિમા વિષય પર પણ શાંતિપૂર્વક રાષ્ટ્રહિત વિચારીને આગળ વધે છે.
સુરત     -યુસુફ એમ. ગુજરાતી– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

ઉત્તરાયણ આવી છે સાચવજો
દિવાળી બાદ સુરતના આકાશમાં પતંગો દેખાવા માંડે છે. દિવાળી બાદ આજ પતંગો ટુ-વ્હીલર ચાલકો માટે અત્યંત જોખમી પુરવાર થાય છે. જે મુજબ સુરતમાં ડિસેમ્બર માસમાં બેથી ત્રણ ટુ-વ્હીલર ચાલકોના પતંગ દોરાથી ગંભીર રીતે ગળા કપાયા છે. આખા ગુજરતમાં તમામ શહેરોમાં આ હાલત છે. સારુ છે કે સુમપા રસ્તા ઉપર થાંભલે તાર બંધાવે છે. જેથી પતંગની દોરી ટુવ્હીલર ચાલકોના ગળામાં ભેરવાતી નથી. છતાં ટુ-વ્હીલર ચાલકોએ સાવધાની રાખવી જરૂરી છે. બાઇક કે સ્કૂટર પુરપાટ ન ભગાવો, શ્ય હોય તો આગળ સળીયો લગાવો, ટુ-વ્હીલર ચલાવતી વખતે ગળામાં મકલર લપેટો નાના બાળકોને ટુ-વ્હીલર પર આગળ નહીં બેસાડવા. આનંદનો તહેવાર માતમમમાં ન ફેરવાય એ ધ્યાન રાખો. પોલીસ કમિશ્નરશ્રીએ પણ વાહન ચાલકોની સલામતી ધ્યાને રાખી પોલીસ જવાનોને એ મુજબ સુચનાઓ આપવાની તેમજ જનતા જોગ જાહેરનામું બહાર પાડવું જરૂરી છે.
સુરત     -જિતેન્દ્ર પાનવાલા– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top