National

પ્રિન્સીપલે પાંચમા ધોરણની છોકરીઓના કપડાં ઉતાર્યા, પીરિયડમાં છે કે નહીં તે ચેક કર્યું

મહારાષ્ટ્રની એક શાળામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં ધોરણ 5 થી 10 માં ભણતી સગીર છોકરીઓને કથિત રીતે તેમના કપડાં ઉતારવા માટે દબાણ કરવામાં આવ્યું હતું. શિક્ષકોએ વિદ્યાર્થીઓને માસિક ધર્મ છે કે નહીં તે તપાસવા માટે કપડાં ઉતાર્યા હતા. આ ઘટના બાદ શાળામાં વિદ્યાર્થીઓ સાથે વાલીઓમાં ગુસ્સો છે. શાળા વિરુદ્ધ પણ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

મંગળવારે આ ઘટના બની હતી જ્યારે પ્રિન્સિપાલે ઘણી વિદ્યાર્થિનીઓ જેમાં મોટાભાગે ધોરણ 5 થી 10 ની વિદ્યાર્થિનીઓ હતી તેમને બાથરૂમના ફ્લોર પર મળી આવેલા લોહીના ડાઘના ફોટા બતાવ્યા હતા, જે હાઉસકીપિંગ સ્ટાફ દ્વારા લેવામાં આવ્યા હોવાનું કહેવાય છે.

મહારાષ્ટ્ર પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, આ કેસમાં સ્કૂલના પ્રિન્સિપાલ અને એક પટાવાળાની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે અન્ય લોકો સામે કેસ ચાલી રહ્યો છે. આચાર્યએ વિદ્યાર્થીઓને બે જૂથોમાં વહેંચવાનો આદેશ આપ્યો. એક જૂથમાં માસિક સ્રાવ ધરાવતી છોકરીઓ હતી અને બીજી જૂથમાં માસિક સ્રાવ ન હોય તેવી છોકરીઓ હતી. એક મહિલા પટાવાળાને 10 થી 12 વર્ષની વયની કેટલીક છોકરીઓની તપાસ કરવાનું કહેવામાં આવ્યું, જેમણે કહ્યું કે તેમને માસિક સ્રાવ નથી.

નિરીક્ષણ દરમિયાન પટાવાળાએ તેમના અંડરગાર્મેન્ટને સ્પર્શ કર્યો અને એક છોકરી સેનિટરી નેપકિનનો ઉપયોગ કરતી જોવા મળી પરંતુ તે છોકરીઓના જૂથમાં સામેલ હતી જેમણે કહ્યું કે તેમને માસિક ધર્મ નથી. પ્રિન્સિપાલે અન્ય વિદ્યાર્થીઓ અને સ્ટાફની સામે તેણીને ઠપકો આપ્યો અને અપમાનિત કરી.

પોક્સો એક્ટ હેઠળ કેસ નોંધાયો
બાળકો પાસેથી આ ઘટનાની જાણ થતાં ગુસ્સે ભરાયેલા માતા-પિતાએ શાળાની બહાર વિરોધ પ્રદર્શન કરવા માટે એકઠા થયા. બુધવારે તેઓએ શાળા મેનેજમેન્ટ સામે ફરિયાદ નોંધાવી. શાળાના આચાર્ય, એક પટાવાળા, બે શિક્ષકો અને બે ટ્રસ્ટીઓ સહિત છ લોકો સામે બાળકોના જાતીય ગુનાઓથી રક્ષણ (POCSO) કાયદા હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. શાળાના આચાર્ય અને પટાવાળાની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે પોલીસ અન્ય ચારની તપાસ કરી રહી છે.

Most Popular

To Top