Charchapatra

રજવાડી પદો

ભારતમાં આઝાદી સંપન્નતાને આઠ દાયકા થવા જઈ રહ્યા છે, પણ હજી આઝાદી અપૂર્ણ છે, રજવાડી પદો ચાલતા રહ્યાં છે. ભારતમાં તેનાં રાજ્યો માટે રાજ્યપાલો અને દેશ માટે રાષ્ટ્રપતિ તરીકેના સત્તાધીશને પાંચ વર્ષો માટે દેશની જનતા ચૂંટીને મોકલી શક્તી નથી, કેન્દ્ર સરકારની મરજી મુજબએ પદો ભરાય છે, પણ મદદઅંશે એ પદો તો રજવાડી બની રહે છે, લોકશાહી અને આઝાદીને અનુરૂપ અમેરિકા જેવી વ્યવસ્થા ભારતમાં નથી હાલમાં ભારતમાં સંવિધાન, સંસદ, રાજ્યપાલ, રાષ્ટ્રપતિ અંગે વાદવિવાદ ચાલે છે, સર્વોપરિતા અંગે વિવિધ મંતવ્યો વ્યક્ત થાય છે.

સંવિધાનમાં સંશોધનો, ફેરફારથી માંડીને નવા સંવિધાન માટે વિચારો વહે છે, આખરે તો રાષ્ટ્ર માટે સંવિધાનજ સર્વોપરિ છે. સરકાર અને ન્યાયલયે પણ સંવિધાન અનુસાર જ ચાલવું પડે છે. ભારતમાંથી રાજાશાહી તો ગઈ, પણ રજવાડી પદો કાયમ છે, ભલેને તે કેન્દ્ર સરકારને અધીન હોય, રહી વાત સરકારની તો ચૂંટણી પ્રક્રિયા પણ હવે દુષિત થઈ છે. અને ચૂંટણી બાદ ચૂંટાયેલા રાજનેતાઓ વિવાદાસ્પદ અને અવિશ્વસનીય બની જાય છે. ગમે તે રીતે બહુમતી મેળવી, મનફાવતી વ્યવસ્થા અને કાયદા પસાર કરાવી દે છે. પોતાના પક્ષને અનુકૂળ રાજ્યપાલ, રાષ્ટ્રપતિ હોવાથી મનસ્વી રીતે વર્તે છે, તમામ તંત્રો અને પ્રચાર માધ્યમો કબજે કરી દુરુપયોગ આચરે છે. ન્યાયલયો પર પણ વર્ચસ્વ ભોગવે છે.
સુરત  –    યૂસુફ એમ. ગુજરાતી

વિચારોનું પર્યાવરણ
વાતાવરણમાં પર્યાવરણને મહત્વ આપવું એટલે કે વાતાવરણમાં શુધ્ધ હવાનું હોવું, પાણીનો બીનજરૂરી વ્યય, ધરતીમાતાને લીલાધમ વૃક્ષોથી આચ્છાદિત રાખવી તથા સમગ્ર સૃષ્ટિ પર સ્વચ્છતા-સુઘડતા જાળવવી. એવું જ વિચારોનું પર્યાવરણ, પોઝિટિવ વિચારો, બીન આવશ્યક – વિચારો, ભૂતકાળની દુ:ખદ ઘટના ઓને ભૂલી જલ જીવન ઉત્કર્ષમાં આગળ વધતા રહો. લીલાછમ વૃક્ષોની જેમ વિચારો એનર્જેટિક રાખો, એટલે કે સમય અને સંજોગોને એડજ્સ્ટ થઈ જાય. જીવનક્રમમાં વ્યવહારમાં પ્રમાણિક્તા જાળવી, સ્વચ્છ – નિષ્કલંક જીવનમાં પ્રયત્નો કરો. નવીન ટેકનોલોજીનાં જ્ઞાનનો સ્વીકાર કરતા રહો. બસ, પછી જીવનમાં હંમેશા વસંત ઋતુનો અનુભવ માણી શક્શો.
સુરત.     દિપક બી. દલાલ

Most Popular

To Top