World

પ્રિન્સ ફિલિપ: એક સામાન્ય સૈનિકથી મહારાણીના પતિ સુધીની સફર

આગામી દસમી જૂને પ્રિન્સ ફિલિપનો ૧૦૦મો જન્મ દિવસ આવી રહ્યો હતો પરંતુ તેના થોડા મહિનાઓ પહેલા જ તેઓ અવસાન પામતા સદી ચુકી ગયા છે પરંતુ તેઓ બ્રિટનના ઇતિહાસમાં અત્યાર સુધીના સૌથી લાંબો સમય રોયલ કન્સર્ટ (રાજવીના જીવનસાથી) રહ્યા છે.

મહારાણી એલિઝાબેથ સાથે તેમના લગ્ન છેક ૧૯૪૭માં થયા હતા. તેમનો જન્મ ગ્રીક શાહી પરિવારમાં થયો હતો. બ્રિટનમાં મહારાણીના પતિ માટે કોઇ સત્તાવાર ભૂમિકા નથી હોતી. એલિઝાબેથ 25 વર્ષની ઉમરે મહારાણી બન્યાં હતાં અને ફિલિપ નૌસેનાની કેરિયર છોડીને એલિઝાબેથના કૉન્સર્ટ બન્યા હતા.

બીજા વિશ્વ યુદ્ધમાં ભાગ લીધો હતો
પ્રિન્સ ફિલિપે લશ્કરમાં સક્રિય સેવા આપી હતી. બીજા વિશ્વ યુદ્ભમાં લડવા તેઓ મોરચે ગયા હતા અને કેપ મેટાપોન ખાતે તેમણે પોતાની ચપળ બુદ્ભિથી પોતાનું જહાજ ડૂબતા બચાવ્યું હતું. બીજા વિશ્વ યુદ્ધમાં સક્રિય ભાગ લીધો હોય તેવા તેઓ બ્રિટનમાં હયાત છેલ્લા માણસ હતા.

Most Popular

To Top