વડોદરા : વડોદરા શહેરમાં રોડ રસ્તા પાણી ડ્રેનેજ સહિતની અનેક સમસ્યાઓ ઉદભવી છે.જેના કારણે નગરજનો છેલ્લા ઘણા સમયથી મુશ્કેલીઓના ખપ્પરમાં હોમાઈ ગયા છે.તો બીજી તરફ વડોદરા મહાનગર પાલિકાના મેયર,કાઉન્સિલરો અને અધિકારીઓ સુરતમાં આયોજિત મેયર,કમિશનર ઈલેવન ક્રિકેટ મેચમાં ભાગ લેવા માટે રવાના થયા હતા. સુરત ખાતે આઠ મહાનગર પાલિકાઓની મેયર અને મ્યુ.કમિશ્નર ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં ભાગ લેવા વડોદરાના મેયર કેયુર રોકડીયા ,સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડો.હિતેન્દ્ર પટેલ,કાઉન્સિલરો અને અધિકારીઓ સુરત જવા માટે રવાના થયા હતા. આ ક્રિકેટ ટુર્નામેન્ટ તા.11 થી 15 એમ 5 દિવસ ચાલશે.
ત્યારે નગરજનોની સમસ્યાને રામ ભરોસે છોડી પાલિકાના સત્તાધ્ધિશો સુરત ખાતે પહોંચ્યા છે. વર્ષોથી મેયર ઈલેવન અને કમિશનર ઈલેવન ટુર્નામેન્ટમાં વડોદરાની ટીમનું પ્રદર્શન સર્વશ્રેષ્ઠ રહ્યું છે.ત્યારે આ વખતે પણ વડોદરાની ટીમ પૂર્ણ તૈયારીઓ અને જોશ સાથે રવાના થઇ છે.સાથે સાથે જીતનો આશાવાદ પણ વ્યક્ત કર્યો છે.અત્રે મહત્વપૂર્ણ બાબત તો એ છે કે વડોદરા શહેરના જુદા જુદા વિસ્તારોમાં ઉનાળાની શરૂઆતથી જ પાણીનો કાળો કકળાટ સર્જાયો છે આ મામલે અનેક વિરોધ પ્રદર્શનો અનેક રજૂઆત કરવામાં આવ્યું હોવા છતાં પણ આજ દિન સુધી નગરજનોને પ્રાથમિક સુવિધા પૂરી પાડવામાં વડોદરા મહાનગર પાલિકાના સત્તાધીશો તદ્દન નિષ્ફળ નીવડયા છે.
ત્યારે નગરજનોને રામભરોસે પોતાના હાલ પર છોડી મેયર સહિત કાઉન્સિલરો સુરત ક્રિકેટ મેચમાં ભાગ લેવા પાંચ દિવસ માટે જતા નગરજનોમાં આક્રોશ જોવા મળી છે.બીજી તરફ મેયર, કાઉન્સિલરો અને અધિકારીઓએ પગમાં પહેરેલા નવા નક્કોર બુટને લઈને પણ અનેક ચર્ચાઓ ચકડોળે ચઢી હતી.જાપાનની એક નામાંકિત કંપની એએસઆઈસીએસ કંપનીના મેયરે પહેરેલા બુટની કિંમત 46 હજાર છે.પરંતુ ફર્સ્ટ કોપી પહેરી હોઈ તો તે મેયર જ જાણે,જ્યારે બીજી તરફ સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે મેયરે સ્ટોરમાંથી પ્રેક્ટિસ માટે લીધેલા બુટ ફાટી જતા સ્વખર્ચે તેમણે સુરતથી બુટ મંગાવ્યા છે.જેની કિંમત દોઢ લાખ રૂપિયા હોવાનું માનવામાં આવી રહ્યું છે.જ્યારે ટુર્નામેન્ટમાં ભાગ લેવા ગયેલા અલગ અલગ ક્રિકેટરને માટે પ્રત્યેક જોડી આઠ હાજરમાં ખરીદાયાની પણ ચર્ચાઓ પાલિકા પરિસરમાં ચાલી હતી.
રમશે એ જ જીતશે અને ખેલશે એ જ ખેલશે એ ભાવ સાથે અમે જઈ રહ્યા છે
કોરોનાના કારણે છેલ્લા બે વર્ષથી ટુર્નામેન્ટ થતી ન હતી.આ વર્ષે કોરોના રહ્યો નથી નહિવત છે.ત્યારે આ કોર્પોરેશનની ટુર્નામેન્ટનું આયોજન થયું છે અને ત્યાં રમવા માટે જોઈએ છે રમશે એ જ જીતશે અને ખેલશે એ જ ખેલશે.એ ભાવ સાથે અમે રમવા સુરત જઈ રહ્યા છે.જે પ્રમાણે અમે પ્રેક્ટિસ કરી છે ત્યાં પણ અમે સારું પરિણામ લાવવામાં સફળ રહીશું એવો અમને વિશ્વાસ છે. – કેયુર રોકડીયા, મેયર
ટૂર્નામેન્ટનો આશય એકબીજાના બોન્ડિંગ થાય સાથે એકબીજાના સહયોગી બનીએ
આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં 8 મહાનગર પાલિકા ના જે કોર્પોરેટરો છે.એમના માધ્યમથી એક ક્રિકેટ ટુર્નામેન્ટ કમિશનર ઇલેવન અને મેયર ઈલેવન ના નામથી યોજાઈ રહી છે. ડે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ છે. આ પ્રક્રિયા એક ખેલ સાથે જોડાયેલી છે. એકબીજાના બોન્ડિંગ થાય સાથે એકબીજાના સહયોગી બનીએ તેમજ એકબીજાના શહેરના પૂરક બનીએ એ દિશામાં જ્યારે આ રમાઇ રહી છે. ત્યારે તેના ભાગરૂપે કોણ હારે જીતે જે પણ હોઈ આગળ વધીશું. – ડો.હિતેન્દ્ર પટેલ, ચેરમેન,સ્થાયી સમિતિ