હાલમાં ભારતીય ગણિતજ્ઞ શ્રી નિખિલ શ્રીવાસ્તવને વષૅ ૨૦૨૧ ના માઇકલ એન્ડ શીલા હેલ્ડ પુરસ્કારના સંયુક્ત વિજેતા જાહેર થયા છે. શ્રી નિખિલ શ્રીવાસ્તવે બે અન્ય વિજેતાઓ શ્રી મકૅસ અને શ્રી સ્પાઈલમેન સાથે મળીને કેડિસન સિંગર પ્રોબ્લેમ અને રામાનુજ ગ્રાફ પર લાંબા સમયથી ચાલી રહેલા સવાલોને ઉકેલવામાં સફળતા મેળવી. શ્રી નિખિલ શ્રીવાસ્તવ હાલમાં કેલિફોર્નિયા યુનિવર્સિટીમાં ગણિતના એસોસિએટ પ્રોફેસર છે.
નેશનલ એકેડેમી ઓફ સાયન્સીઝ વિજેતાઓને એક મેડલ અને એક લાખ ડોલરનો પુરસ્કાર આપશે. ‘શૂન્ય’ની શોધ કરનાર ભારત દેશના તમામ ભારતીયો અને ગણિતજ્ઞ માટે આ વાત ગૌરવની છે.
સુરત -સૃષ્ટિ કનક શાહ -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.