નવી દિલ્હી: પેટ્રોલિયમ મંત્રાલયના પેટ્રોલિયમ મેનેજમેન્ટ અને વિશ્લેષણ વિભાગ(PPAC)એ મોટી જાહેરાત કરી છે. મુંબઈ અને તેની આસપાસના વિસ્તારો માટે CNG અને PNGના ભાવમાં મોટો ઘટાડો કરવામાં આવ્યો છે. જેનાથી વાહનચાલકો(Drivers) અને ગૃહિણી(Housewifes)ઓને મોટી રાહત મળશે. જણાવી દઈએ કે આ ભાવમાં થયેલો ઘટાડો છ મહિના સુધી લાગુ રહેશે. ફરી નવા દર 1 એપ્રિલના દિવસે જાણવા મળશે.
- મહાનગર ગેસ લિમિટેડએ કરી મોટી જાહેરાત
- CNG PNG ગેસની કિમતમાં થયો ભાવ ઘટાડો
- CNGનો ભાવ પ્રતિ કિલોગ્રામ રૂપિયા 3 અને PNGનો ભાવ પ્રતિ કિલોગ્રામ રૂપિયા 2 ઘટ્યો.
મુંબઈમાં મહાનગર ગેસ લિમિટ (MGL)એ સોમવારે કુદરતી ગેસ (CNG) અને પાઇપ્ડ નેચરલ ગેસ (PNG)ની કિંમતમાં ઘટાડાની જાહેરાત કરી છે. સી.એન.જી(C.N.G)ની કિંમતમાં 3 રૂપિયા પ્રતિ કિલોગ્રામનો ઘટાડો થયો છે, જ્યારે પીએનજી(P.N.G) ગેસની કિંમતમાં 2 રૂપિયા પ્રતિ ક્યુબિક મીટર (SCM)નો ઘટાડો થયો છે. એમ.જી.એલ.(M.G.L) એ એક વક્તવ્યમાં કહ્યું હતું હતું કે, એમ.જી.એલ.(M.G.L) ને મહારાસ્ટ્ર અને તેની આસપાસના પ્રદેશોમાં સી.એન.જી.(C.N.G) ના ભાવમાં રૂપિયા 3 અને ઘરેલુ વપરાશના ગેસ પી.એન.જી.(P.N.G) ના ભાવમાં રૂપિયા 2 નો ઘટાડો કરતાં આનંદની લાગણી અનુભવાય છે.
આજથી સી.એન.જી.(C.N.G) માટે નવી કિમત 76 રૂપિયા પ્રતિ કિલો અને ઘરેલુ પી.એન.જી.(P.N.G.) માટે કિમત 47 રૂપિયા પ્રતિ એસ.સી.એમ(S.C.M) હશે. એમ.જી.એલ(M.G.L) એ કહ્યું કે, તેઓ ઘરેલુ સ્તર ઉપર ઉત્પાદિત ઉચ્ચ સ્તરના અને ઉચ્ચ તાપમાનના એચ.પી.એચ.ટી.(H.P.H.T) ગેસની કિમતોમાં ઘટાડો કરવાનું પણ વિચારી રહ્યા છે. પેટ્રોલિયમ વિભાગના પેટ્રોલિયમ નિયોજન અને વિશ્લેષણ વિભાગ પી.પી.એ.સી.(P.P.A.C) એ જણાવ્યુ હતું કે, 1 ઓક્ટોબરથી છ મહિના માટે ઉચાણવાળા પ્રદેશોએ ગેસની કિંમત પ્રતિ બ્રિટીશ થર્મલ યુનિટ (MMBTU) 12.12 ડોલરથી ઘટાડીને 9.96 ડોલર કરી દીધી છે.
જોકે દિલ્હી-NCR અથવા યુપીના અન્ય શહેરો માટે આ ભાવ ઘટાડો લાગૂ થશે નહીં. કારણકે ઈન્દ્રપ્રસ્થ ગેસ લિમિટેડ (IGL) એ કોઈ કિંમતમાં ઘટાડો કર્યો નથી. IGL મુખ્યત્વે આ વિસ્તારોમાં CNG અને PNG સપ્લાય કરે છે. IGL વેબસાઈટ અનુસાર નોઈડામાં CNG ખરીદવા માટે તમારે 80.20 રૂપિયા પ્રતિ કિલો ચૂકવવા પડશે.
સરકાર સ્થાનિક રીતે ઉત્પાદિત કુદરતી ગેસ માટે દ્વિ-વાર્ષિક ભાવ નક્કી કરે છે, જેનો ઉપયોગ વિવિધ હેતુઓ માટે થાય છે, જેમાં ઓટોમોબાઈલ માટે સી.એન.જી(C.N.G.)માં રૂપાંતર કરવામાં આવે છે. રસોઈ, વીજ ઉત્પાદન અને ખાતર ઉત્પાદન માટે તેમજ ઘરેલું રસોડામાં પાઇપ્ડ ગેસ પી.એન.જી.(P.N.G)નો સમાવેશ થાય છે. તેમજ તેના પુરવઠાનો પણ સમાવેશ કરવામાં આવે છે. તમને જણાવી દઈએ કે દર વર્ષે 1 એપ્રિલ અને 1 ઓક્ટોબરના રોજ ભાવમાં સુધારો કરવામાં આવે છે, ખાસ કરીને ઊંડા સમુદ્રના પ્રદેશો જેવા પડકારરૂપ વિસ્તારો માટે આ ભાવ નક્કી કરવામાં આવે છે.