તમારા વાળને મજબૂત, લાંબા અને સિલ્કી બનાવવા માટે તમે બજારમાં મળતી અનેક પ્રોડકટસ પર પૈસા અને સમય બરબાદ કર્યા હશે છતાં શક્ય છે કે તમને યોગ્ય પરિણામ મળ્યું ન પણ હોય. કદાચ મળ્યું હોય તો પણ વાળને એનાની લાંબા ગાળે નુકસાન થઇ શકે છે. પરંતુ જો તમે કુદરતી વસ્તુઓનો જ ઉપયોગ કરો તો વાળને કેમિકલ્સથી થતાં નુકસાનથી બચાવી શકાય છે. તમે ફ્રૂટ હેર પેક ટ્રાય કરી શકો. છૂંદેલાં ફળો વાળમાં લગાડવાનું જરા વિચિત્ર લાગી શકે પરંતુ એ તમારા ખરતા વાળ માટેનો કાયમી ઇલાજ પણ બની શકે છે.
ઓરેન્જ હેર પેક
- ઓરેન્જ જયુસ નેચરલ હેર કન્ડિશનરનું કામ કર છે. તેમાં વિટામિન સી અને ઇ ભરપૂર માત્રામાં હોય છે. વિટામિન સી ખોડો દૂર કરવામાં મદદ કરે છે.
- સામગ્રી
- 1 નંગ ઓરેન્જ
- 2-3 ટેબલસ્પૂન કોપરેલ
- રીત
- – સંતરાનો રસ કાઢો
- – એક બાઉલમાં બે-ત્રણ ટેબલસ્પૂન ઓરેન્જ જયુસ અને એટલી જ માત્રામાં કોપરેલ મિકસ કરો.
- – આ મિશ્રણથી વાળમાં અને વાળના મૂળમાં મસાજ કરો. 20-30 મિનિટ બાદ માઇલ્ડ શેમ્પુથી વાળ ધોઇ નાખો.
પપૈયાં-ઓલિવ ઓઇલ હેર પેક
- પપૈયું અને મધ વાળને પોષણ આપશે. ઓલિવ ઓઇલ હેર ફોલિકલ્સને મજબૂત કરી વાળનો ગ્રોથ કરશે.
- સામગ્રી
- 1/2 કપ ઓલિવ ઓઇલ
- 1 નંગ પાકું પપૈયું
- 2 ટેબલસ્પૂન મધ
- રીત
- – એક બાઉલમાં પાકા પપૈયાંને સ્મુધ
- પેસ્ટ થાય ત્યાં સુધી છૂંદો. તમે એની
- મિકસરમાં પણ પેસ્ટ કરી શકો.
- – એક બાઉલમાં પપૈયાનો પલ્પ, ઓલિવ ઓઇલ અને મધ મિકસ કરી સ્મુધ પેસ્ટ કરો.
- – એને વાળમાં લગાડી 30 મિનિટ રાખો. પછી વાળને હૂંફાળા કે ઠંડા પાણીથી ધોઇ નાખો.
કીવી હેર પેક
- કીવી માત્ર તમારા આરોગ્ય માટે જ ગુણકારી નથી પરંતુ વાળ પર પણ એ ચમત્કાર કરે છે. એ વાળને પોષણ આપી વાળને ખરતાં અને તૂટતાં અટકાવે છે.
- સામગ્રી
- 2 ટેબલસ્પૂન કીવી પલ્પ
- 1 ટેબલસ્પૂન ઓલિવ ઓઇલ
- 1 ટીસ્પૂન કાંદાનો રસ
- રીત
- – એક બાઉલમાં બધી સામગ્રી મિકસ કરો.
- – એને વાળમાં લગાડી 15-20 મિનિટ રહેવા દો
- – ત્યાર બાદ માઇલ્ડ શેમ્પુથી ધોઇ કન્ડિશનર લગાડો.
મેંગો હેર પેક
- કેરીમાં વિટામિન્સ, પ્રોટિન અને એન્ટી ઓકિસડન્ટસ ભરપૂર માત્રામાં હોવાથી એ હેર લોસ માટે હેલ્ધી હેર માસ્ક છે.
- સામગ્રી
- 1 નંગ કેરી
- 1 નંગ ઇંડું
- 2-3 ટેબલસ્પૂન દહીં
- રીત
- – એક પાકી કેરીની બ્લેન્ડરમાં પેસ્ટ કરો.
- – તેમાં દહીં અને ઇંડાંની જરદી નાખી બરાબર બ્લેન્ડ કરો
- – આ પેકને વાળમાં લગાડી 15-20 મિનિટ રાખો. ત્યાર બાદ માઇલ્ડ શેમ્પુથી વાળ ધોઇ નાખો.
બનાના હેર પેક
- કેળાં અને ગાજરમાં કાર્બોહાઇડ્રેટસ, વિટામિન્સ અને એન્ટીઓકિસડન્ટસ સારા પ્રમાણમાં હોય છે. એ વાળને પાતળા થતાં અટકાવી વાળનો ગ્રોથ કરે છે.
- સામગ્રી
- 1 નંગ ગાજર
- 1 નંગ પાકું કેળું
- 2 ટેબલસ્પૂન ઓલિવ ઓઇલ
- રીત
- – એક ગ્લાસ પાણી ઉકાળી એમાં સમારેલાં ગાજર અને કેળાં નાંખો
- – એ નરમ થાય એટલે મિકસરમાં સ્મુધ પેસ્ટ કરો.
- – તેમાં ઓલિવ ઓઇલ મિકસ કરી વાળમાં લગાડી મસાજ કરો અને 30 મિનિટ બાદ માઇલ્ડ શેમ્પુથી વાળ ધોઇ નાખો.