Vadodara

મંગળબજાર વિસ્તારમાં ફરી દબાણો ગોઠવાયાં

વડોદરા : મેયર કેયુર રોકડીયા અને મ્યુ.કમિશ્નર શાલિની અગ્રવાલ દ્વારા શહેરમાં દબાણ હટાવો ઝુંબેશ શરૂ કરાઇ છે. શનિવારે મેયર અને મ્યુ.કમિ.એ સરપ્રાઈઝ વિઝિટ કરી પોલીસ અને દબાણ શાખાની ટીમને સાથે રાખી પદ્માવતી શોપિંગ સેન્ટર,ન્યાયમંદિર સહિત મંગળબજારના દબાણો દૂર કરાયા હતા અને દબાણકર્તાઓને પુનઃ જો દબાણ કરાશે તો કાર્યવાહી કરવા કડક સૂચના પણ આપી હતી. જોકે બીજા દિવસે રવિવારે શેઠની શીખામણ ઝાંપા સુધી હોય તેવો ઘાટ જોવા મળ્યો હતો. રવિવારે મંગળબજાર સહિતના વિસ્તારોમાં ફરીથી દબાણો ઉભા થઈ ગયા હતા. જોકે વાતની જાણ થતાં દબાણ અધિકારીઓ સ્થળ પર પહોંચતા તુરત દબાણકર્તાઓએ દબાણો દૂર કર્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે ગઈકાલે માથાના દુખાવા સમાન બનેલા દબાણો પર પાલિકા દ્વારા સપાટો બોલાવતા વિસ્તારમાં જ્યાં સુધી દબાણ શાખાની ટીમ હાજર હોઈ ત્યાં સુધી સન્નાટો જોવા મળ્યો હતો. તો બીજી તરફ મેયર અને મ્યુ.કમિશ્નરની જોડીએ કરેલ આ કામગીરી બાદ શહેરના ઘણાબધા કોમર્શીયલ કોમ્પ્લેક્ષમાં પાર્કિંગમાં દબાણો થઇ ગયેલા છે તે હટાવવા કેમ નથી જતા. પોતાનું પેટીયું રળી લેવા લારી-ગલ્લા,પથારારવાળા તડકામાં વેપાર કરવા બેઠા હોઈ અને સામાન જપ્ત કરે છે તે અત્યંત ક્રૂરતા છે તેવા જાગૃત નાગરિકો દ્વારા આક્ષેપ પણ કરવામાં આવ્યા હતા.

Most Popular

To Top