Vadodara

સંજયનગરમાં આવેલાં કાચા પાકાં ઝૂંપડાઓને દબાણ શાખાએ હટાવ્યા

વડોદરા: પાંચ વર્ષ અગાઉ સંજય નગરમાં આવેલ કાચા પાકા મકાનોનું પાલિકાની દબાણ શાખા દ્વારા તોડી પાડવામાં આવ્યા હતા. ત્યાર બાદ પાલિકા દ્વારા જણાવ્યું હતું કે તમને ૧૮ મહિનામાં જ અહીંયા મકાનો બનાવી આપવામાં આવશે. પણ ત્યારથી લઈ અત્યાર સુધી સંજયનગર માં એકપણ ઇટ મૂકવામાં આવી નથી. વધુમાં તો ત્યાંના વિસ્થાપિતો ને છેલ્લા કેટલાક સમયથી ભાડું પણ ચૂકવવામાં આવતું નથી. જેથી વિસ્થાપિતો દ્વારા સંજય નગરમાં જ કાચા ઝૂંપડાઓ બાંધીને ત્યાં રહેવાનું ચાલુ થઈ ગયું હતું. જેથી થોડા સમય અગાઉ જ પાલિકા દ્વારા તે ઝૂંપડા વાસીઓને નોટિસ આપી ખાલી કરવાનુ જણાવ્યું હતું. ત્યારબાદ આજ રોજ પાલિકા દ્વારા તેને કરવા માટે પહોચી હતી ત્યારે વિસ્થાપિતો દ્વારા તેને સ્વેચછીક રીતે દુર કર્યા.

પાલિકા દ્વારા તો વિસ્થાપિતોને જણાવ્યું હતું કે અમે તમને ફકત ૧૮ મહિનામજ ઘર બનાવી આપીશું. છતાં અતાયર સુધી પાંચ વર્ષ થયા છતાં પણ સંજય નગરમાં આત્યર સુધી એકપણ ઇટ મૂકાઇ નથી. જેથી ત્યાં રહેતા વિસ્થાપિતો દ્વારા જ સંજય નગરમાં ઝૂંપડાઓ બાંધીને રહેવાનું શરૂ કર્યું હતું. આ વિસ્થાપિતો દ્વારા જે ઝૂંપડાઓ બાંધ્યા છે તેમાં તોનાએક મહિલા અપંગ અને રોગ હિન રહે છે તે પણ લાઈટ વગર જ ત્યાં વસવાટ કરી રહી છે. ત્યારે અચાનક જ થોડા સમય અગાઉ જ પાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા સંજય નગર માં જઈને ઝૂપડાઓ પર નોટિસ લગાવીને ખાલી કરવાના આદેશ આપવામાં આવ્યા હતા. સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે પહેલા અમારા જે મકાનો તમેં તોડ્યા હતા તે ૧૮ મહિનામાં બનાવી આપીશું તે પહેલા બનાવો કાંતો અમને અમારા ભાડું ચૂકવો પછી અમે આ ઝૂંપડાઓ ખાલી કરીશું તેમ જણાવીને પાલિકાના તંત્ર સામે રોષ દાખવ્યો હતો.

5 વર્ષ બાદ સંજયનગર આવાસનું શુભારંભ કરાશે
વડોદરા મહાનગર પાલિકા દ્વારા આજ રોજ હર જનને ઘર માટે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ નિર્માણનું શુભારંભ કરવામાં આવશે. પાંચ વર્ષ સુધી પડી રહેલા સંજય નગર ઈ આવાસોનું શુભારંભ હવે ચુંટણી ટાણે કરવા મા આવી રહ્યું છે તેવું લોક મુખે ચર્ચાય રહ્યું છે. આવાસ પ્રધાન મંત્રી આવાસ યોજના અંતર્ગત સંજય નગર, વારસિયા સર્વે ન . ૩૮૪, ૮૧૪, ૪૧૭ ખાતે પી.પી. ધોરણે ૧૯૮ કરોડના ખર્ચે આવાસ યોજનાનું શુભારંભ કરવામાં આવશે.

Most Popular

To Top