તાજેતરમાં સમાચાર આવ્યા કે ભારતના પ્રથમ નાગરિક સન્માનનીય રાષ્ટ્રપતિ રામનાથ કોવિદ રાષ્ટ્રપતિ બન્યા પછી રેલવે ટ્રેનમાં મુસાફરી કરી પોતાના વતન ગયા. ઉતરતાં વેંત ધરતીને ચૂમી વંદન કર્યા. બાળપણના મિત્રને અને ભાભીની ખબરઅંતર કાઢવા તેમના ઘરે પણ ગયા. ડો. અબ્દુલ કલામની જેમ માનવતાની મહેંક પ્રસરાવી. એમણે રસ્તે પત્રકાર મિત્રોને કહયું કે મને પાંચ લાખ રૂા. દર માસે પગાર મળે છે તેમાંથી પોણા ત્રણ લાખ રૂા. ટેક્ષ કપાઈ જાય છે. જો આ સાચું હોય તો દુ:ખદ છે વિસંગતતા છે.
અધ્યાપક શિક્ષક મિત્રોને પણ સારો એવો પગાર મળે છે ને ટેક્ષ કપાઇ જાય છે. જે યોગ્ય નથી જ. ગુજરાત રાજયમાં સરકારી કર્મચારીઓના પગારમાંથી સીધો પ્રોફેશનલ ટેક્ષ કપાઇ જાય છે. અન્ય રાજયો કાપતાં નથી. આ વિસંગતતા સત્વરે દૂર થવી જોઇએ. આ પળે અમને માજી વડા પ્રધાન લાલબહાદુર શાસ્ત્રીજી, સાદગી અને લોખંડી તાકાતવાળા દૂરંદેશી સરદાર વલ્લભભાઇ પટેલ, મિશાઇલમેન ડો. અબ્દુલ કલામ, એમનું કેવું સાદગીભર્યું જીવન યાદ આવે છે. એમાંથી સહુએ પ્રેરણા લેવા જેવી છે. સરકારમાં બેઠેલા બૌધ્ધિક સાંસદો, નાણાં મંત્રાલયના ઉચ્ચ અધિકારીઓએ સરકારી કર્મીઓના ડી.એ.ને તત્કાળ વધારા સહિત આપવું જોઇએ. નિવૃત્ત પેન્શનરોને તો ટૂંકી આવકમાં તકલીફ પડે જ છે. તો ટેક્ષની વિસંગતતા દૂર થવી જ જોઇએ.
સુરત – ભગુભાઇ પ્રે. સોલંકી– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.