Comments

પ્રમુખની ચૂંટણી વિપક્ષ એકતાની કસોટી?

રાષ્ટ્રપ્રમુખ માટેની 2022ની ચૂંટણી રાષ્ટ્રપતિ ભવનમાં પોતાની પસંદગીના માણસો મુકવાના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રયાસો સામેના પડકારને બદલે વિરોધ પક્ષોની એકતાની કસોટીરૂપ બની રહેવાની શકયતા છે. દરેકને ખબર છે કે રાષ્ટ્રપ્રમુખની પસંદગી કરે તે મતદાર મંડળની સંખ્યા શાસક નેશનલ ડેમોક્રેટિક એલાયન્સની તરફેણમાં છે. આથી આ ચૂંટણીમાં વિરોધ પક્ષો દ્વારા કરાતી લડત પ્રતીકાત્મક બની રહેશે અથવા કોંગ્રેસના વડા સોનિયા ગાંધીએ વર્ણન કર્યું તેમ એવા પ્રમુખ ચૂંટવાના નિદર્શનની છે જે લોકોના તૂટેલા સામાજિક તાણાવાણાને જોડવાના સાંત્વન સભર સ્પર્શ કરે અને આપણા બંધારણની રક્ષા કરે.

આમ છતાં બંગાળના મુખ્ય પ્રધાન મમતાબેનરજી સહિતના વિપક્ષી નેતાઓ એવું ઇચ્છે છે કે કોંગ્રેસ નબળી પડીને પોતાના ઉમેદવારોને ટેકો આપે. આથી એલાયન્સના ઉમેદવાર સામેની આ પ્રતીકાત્મક લડાઇને એવી રીતે જોવામાં આવે છે જેની આગેવાની બિન કોંગ્રેસી પક્ષો લે અને કોંગ્રેસ પાછલી બેઠક પર બેસે. મમતા બેનરજી રાષ્ટ્રપ્રમુખ પદની ચૂંટણી 2024ની લોકસભાની ચૂંટણી પહેલાની કસોટી રૂપ છે અને મમતા ભારતીય જનતા પક્ષનો વિરોધ કરી રહેલા બિન કોંગ્રેસી પક્ષોની તરફેણમાં કોંગ્રેસ ઝુંબેશનું સુકાન છોડી દે તેવી ખ્વાહેશ રાખે છે. ચંદ્રશેખર રાવ એવા ખ્વાબ જૂએ છે જેમાં 2024ની લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પક્ષ સામેની સેનાની આગેવાની કોંગ્રેસને બદલે તૃણમૂલ કોંગ્રેસ તેલંગણા રાષ્ટ્ર સમિતિ, નેશનાલિસ્ટ કોંગ્રેસ પક્ષ શિવ સેના અને દ્રવિડ મુનેત્રકળગમ જેવા પક્ષો લે.

સોનિયા રાષ્ટ્રપ્રમુખપદની ચૂંટણીને એક નવો ચીલો પાડનાર બનવાની ઇચ્છા રાખે છે. તેમનો ખ્યાલ એવો છે કે 2024ની ચૂંટણીમાં ત્રિશંકુ લોકસભા ચૂંટાય અને ભારતીય જનતા પક્ષ પાસે સરકાર રચના પુરતી સંખ્યામાં સંખ્યાબળ ન હોય અને હિંદુત્વના બળને સત્તા બહાર રાખવા માટે વિરોધ પક્ષોને કોંગ્રેસનો ટેકો લેવો જ પડે અને કોઇ પણ સંજોગોમાં આ બિન કોંગ્રેસી પક્ષો કોંગ્રેસને મોટો ભાગીદાર બનાવ્યા વગર સરકારની રચના કરી જ ન શકે. આમ છતાં સોનિયા ગાંધીએ સ્પષ્ટ કર્યું જ છે કે અમારો પક્ષ મુખ્ય વિરોધ પક્ષ છે તેથી અમે આ પ્રાદેશિક પક્ષો માટે મેદાન છોડી ન શકીએ અને ભારતીય જનતા પક્ષને કાબુમાં રાખવા માટે આ બિન કોંગ્રેસી પક્ષો ગંભીર હોય તો તેમણે કોંગ્રેસને ટેકો આપવો જ રહ્યો.

આમ રાષ્ટ્રપ્રમુખપદની ચૂંટણી વિરોધ પક્ષો પોતાના અંગત મહત્વાકાંષાઓ નહીં દફનાવે તો કોંગ્રેસ અને મમતા જેવા પ્રાદેશિક નેતાઓ વચ્ચે ખટરાગનો મુદ્દો બની જશે. હકીકતમાં કોંગ્રેસી નેતાઓ કહે છે કે સોનિયા ાંધીએ શરદ પવાર, મમતા બેનરજી વગેરે સહિતના અન્ય કેટલાક નેતાઓને વાત કરી છે અને તેથી જ અન્ય વિપક્ષ નેતાઓ સાથેની પોતાની ચર્ચા પછી સોનિયાએ રાજય સભામાં વિરોધ પક્ષના નેતા મલ્લિકાર્જુન ખારગેને સોનિયાની કોવિડજન્ય બીમારીનું કારણ આપી સંકલન કરવા પ્રતિનિધિ બનાવ્યા છે. સોનિયા ગાંધી દલીલ કરે છે: રાષ્ટ્રને રાષ્ટ્રપ્રમુખ તરીકે એવી વ્યકિતની જરૂર છે જે શાસક પક્ષના વર્તમાન આક્રમણ માંથી આપણાં બંધારણ, આપણી સંસ્થાઓ અને નાગરિકતાનું રક્ષણ કરી શકે. આ આજની તાતી જરૂર છે.

મમતાએ સમાન ઉમેદવાર નક્કી કરવા તા. 15મી જૂને નવી દિલ્હીની કોન્સ્ટીટયુશન કલબમાં વિરોધ પક્ષોની બેઠકમાં આવવા રાજકીય પક્ષોના નેતાઓ અને મુખ્યપ્રધાનોને લખ્યું છે. મમતા કહે છે કે નેશનલ ડેમોક્રેટિક એલાયન્સના ઉમેદવાર સામે વિરોધ પક્ષોના સંયુકત ઉમેદવારની પસંદગીમાં બિન કોંગ્રેસી પક્ષો એ જ આગેવાની લેવી જોઇએ. મમતા સામે પોતાના પક્ષના ઉપપ્રમુખ યશવંત સિંહાથી માંડીને શરદ પવારના નામ છે. પવારની પોતાની અગ્રતા છે એટલે એ મમતાનું કહ્યું માનશે કેમ તે પ્રશ્ન છે. આમ આદમીએ પવારનો દાણો ચાંપી જોયો. તામિલનાડના મુખ્યપ્રધાન એમ. કે. સ્ટાલિન કે કે.સી.આર. મમતાનું કહ્યું માનશે કે નહીં તે સ્પષ્ટ નથી.

પવાર પોતાની દીકરી સુપ્રિયા શુલેને મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન બનાવવા તલપાપડ છે. ભારતીય જનતા પક્ષે 2017માં કર્યું હતું તેમ રાષ્ટ્રપ્રમુખના ઉમેદવારની એકપક્ષીય પસંદગી કરે છે એવી ટીકા ટાળવા માટે પક્ષના વડા જે.પી. નડ્ડા અને સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહને એલાયન્સના ભાગીદારો, વિપક્ષી નેતાઓ અને અપક્ષ સંસદ સભ્યોની બેઠક સર્વાનુમતીની પસંદગી માટે બોલાવી છે. ભારતીય જનતા પક્ષ આંધ્રપ્રદેશના મુખ્યપ્રધાન વાય.એસ. જગમોહન રેડ્ડીના પક્ષ અને ઓડિશાના મુખ્યપ્રધાન નવીન પટનાઇકના બિજુ જનતા દળના પક્ષનો ટેકો લેવા ખૂબ આતુર છે.

બીજુ જનતા દળે ગયા વખતે રાષ્ટ્રપ્રમુખ તરીકે કોવિંદની પસંદગીને ટેકો આપ્યો હતો. ભારતીય જનતા પક્ષ ઓલ ઇંડિયા અન્નાદ્રવિડ મુનેત્રકળગમના સંપર્કમાં પણ છે. રાષ્ટ્રપ્રમુખની ચૂંટણી કરનાર મતદાર મંડળની10.86 લાખની સંખ્યામાંથી 5.26 લાખ મતદારો ભારતીય જનતા પક્ષના નેતૃત્વ હેઠળના નેશનલ ડેમોક્રેટિક એલાયન્સમાં છે. મખ્યપ્રદેશ અને હરિયાણાના કેટલાક કોંગ્રેસી ધારાસભ્ય મતદારો અને મહારાષ્ટ્રના અઘાડી ધારાસભ્ય મતદારોને ભારતીય જનતા પક્ષના ઉમેદવારને મત આપવા સમજાવાઇ રહ્યા છે. રાષ્ટ્રપ્રમુખપદની ચૂંટણી તા.18મી જુલાઇએ થશે અને રાષ્ટ્રપ્રમુખ કોવિંદની મુદત તા. 24મી જુલાઇએ પૂરી થશે.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top