National

રાષ્ટ્રપતિ મૂર્મુએ 74માં ગણતંત્ર દિવસની પૂર્વ સંઘ્યાએ રાષ્ટ્રને સંબોધ્યું

નવી દિલ્હી: દેશના રાષ્ટ્રપતિ (President) દ્રોપદી મૂર્મએ 74માં ગણતંત્ર દિવસની (Republicday) આગામી સાંજના રોજ એટલે કે બુધવારની સાંજના રોજ રાષ્ટ્રને સંબોઘીને કેટલી જરૂરી માહિતી આપી હતી. સંબોધનની શરૂઆત તેઓએ દેશમાં રહેતા તેમજ વિદેશમાં રહેતા તમામ ભારતીઓેને (Indian) ગણતંત્ર દિનની શુભકામનાઓ પાઠવીને કરી હતી. તેઓએ કહ્યું કે આપણે સૌ હળી મળીને આ ઉત્સવ ઉજવીએ છીએ તેમજ આપણે સૌ સાથે મળીને તમામ ઉપલબ્ધિઓ હાંસલ કરી છે જેના કારણે આ રાષ્ટ્ર તૈયાર થયું છે.

મૂર્મએ જણાવ્યું કે આપણે સૌ ભારતીય છે. કોઈ પણ ભાષા કે વિસ્તાર આપણને અલગ કરી ન શકે કારણ કે આપણે સૌ ભારતીય છે. આના કારણે જ આપણે લોકતાંત્રિક ગણરાજ્ય મેળવવાના રૂપમાં સરળ થયાં છે. આ જ ભારતનો સાર તત્વ છે. હાલનું ભારત ગરીબ તેમજ નિરક્ષર રાષ્ટ્રથી આગળ વધીને વિશ્વ કક્ષાએ એક આત્વવિશ્વાસથી ભરેલા રાષ્ટ્રના રૂપમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે.

રાષ્ટ્રપતિ મૂર્મુએ કહ્યું કે ગયા વર્ષે ભારત વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની હતી. આર્થિક અનિશ્ચિતતાની વૈશ્વિક પૃષ્ઠભૂમિ સામે આ સિદ્ધિ હાંસલ કરવામાં આવી છે. સક્ષમ નેતૃત્વ અને અસરકારક સંઘર્ષની મદદથી આપણે ખૂબ જ ટૂંક સમયમાં મંદીમાંથી બહાર આવ્યા અને વિકાસની તરફ સફર ફરી શરૂ કરી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું કે હું ખેડૂતો, મજૂરો, વૈજ્ઞાનિકો અને એન્જિનિયરોની ભૂમિકાની પ્રશંસા કરું છું જેમની સામૂહિક શક્તિ આપણા દેશને “જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન, જય અનુસંધાન” ની ભાવના સાથે આગળ વધવા સક્ષમ બનાવે છે.

તેઓએ કહ્યું કે આ વર્ષે ભારત G-20 દેશોના સમૂહની અધ્યક્ષતા કરી રહ્યું છે. સાર્વત્રિક ભાઈચારાના અમારા આદર્શને અનુરૂપ અમે બધા માટે શાંતિ અને સમૃદ્ધિ માટે કાર્ય કરી રહ્યાં છે. G-20નું અધ્યક્ષપદ ભારતને વધુ સારી દુનિયાના નિર્માણમાં યોગદાન આપવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા આપે છે. મારા મતે ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઈમેટ ચેન્જ એ એવા પડકારો છે જેને તાકીદે સંબોધિત કરવાની જરૂર છે. વૈશ્વિક તાપમાન વધી રહ્યું છે અને આબોહવા પરિવર્તનના આત્યંતિક સ્વરૂપો દેખાઈ રહ્યા છે.

મહિલા સશક્તિકરણનો ઉલ્લેખ કરતા રાષ્ટ્રપતિ મૂર્મુએ કહ્યું- ‘મહિલા સશક્તિકરણ અને મહિલાઓ અને પુરુષો વચ્ચે સમાનતા હવે માત્ર સૂત્રો નથી રહી. મારા મનમાં કોઈ શંકા નથી કે આવતીકાલના ભારતને ઘડવામાં મહિલાઓ સૌથી વધુ યોગદાન આપશે.

Most Popular

To Top