અમદાવાદ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત વિધાનસભાના ચાલુ સત્રમાં આવવા માટે આમંત્રણ આપ્યું હતું, એનો કોવિંદે સ્વીકાર કર્યો હતો. વિધાનસભામાં સંબોધન કરતા ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કહ્યું કે લોકશાહીમાં જનપ્રતિનિધિઓની ભૂમિકા સૌથી મહત્વપૂર્ણ છે. તેઓ આજે ગાંધીનગરમાં ગુજરાત વિધાનસભાના સભ્યોને સંબોધિત કરી રહ્યા હતા. રાષ્ટ્રપતિએ કહ્યું કે, વિધાનસભાના સભ્યો તેમના વિસ્તાર અને રાજ્યના લોકોના પ્રતિનિધિ છે. પરંતુ વધુ મહત્વની વાત એ છે કે લોકો તેમને તેમના ભાગ્યના નિર્માતા માને છે, તેમની સાથે લોકોની આશાઓ અને આકાંક્ષાઓ જોડાયેલી છે. તેમણે કહ્યું કે લોકોની આ આકાંક્ષાઓને પૂર્ણ કરવાના પ્રયાસો તે બધા માટે સર્વોપરી હોવા જોઈએ.
સરદાર પટેલે સ્વતંત્ર ભારતને તેનું એકીકૃત સ્વરૂપ આપ્યું : રાષ્ટ્રપતિ
રાષ્ટ્રપતિએ કહ્યું કે મહાત્મા ગાંધીએ ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામને માત્ર નેતૃત્વ જ પૂરું પાડ્યું ન હતું, પરંતુ સમગ્ર વિશ્વને એક નવો રસ્તો, નવી વિચારસરણી અને નવી ફિલસૂફી પણ બતાવી હતી. આજે જ્યારે પણ દુનિયામાં કોઈપણ પ્રકારની હિંસા થાય છે ત્યારે બાપુના મંત્ર ‘અહિંસા’નું મહત્વ સમજાય છે. સરદાર પટેલે સ્વતંત્ર ભારતને તેનું એકીકૃત સ્વરૂપ આપ્યું અને વહીવટનો પાયો મજબૂત કર્યો. નર્મદા કિનારે તેમની પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’, જે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા છે, તે તેમની સ્મૃતિમાં કૃતજ્ઞ રાષ્ટ્ર તરફથી એક નાનકડી ભેટ છે. ભારતના લોકોના હૃદયમાં તેમની પ્રતિષ્ઠા તેનાથી પણ ઊંચી છે. રાષ્ટ્રપતિએ કહ્યું કે, ગુજરાતની પ્રજાની ઉદારતા એ ભારતીય સંસ્કૃતિનું મુખ્ય લક્ષણ છે. પ્રાચીન કાળથી આ પ્રદેશમાં તમામ સંપ્રદાયો અને સમુદાયોના લોકો ભાઈચારામાં વૃદ્ધિ પામતા આવ્યા છે.
ગુજરાતના વિકાસ મોડલને અનુકરણીય ઉદાહરણ તરીકે જોવામાં આવી રહ્યું છે : રાષ્ટ્રપતિ
રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક સમયથી ગુજરાતના વિકાસ મોડલને અનુકરણીય ઉદાહરણ તરીકે જોવામાં આવી રહ્યું છે જે દેશના કોઈપણ પ્રદેશ અને રાજ્યમાં લાગુ કરી શકાય છે. સાબરમતી રિવરફ્રન્ટ શહેરી પરિવર્તનનું એક પ્રભાવશાળી ઉદાહરણ છે. પર્યાવરણને સુરક્ષિત રાખીને સાબરમતી અને તેના રહેવાસીઓ વચ્ચેના સંબંધોને નવો આયામ આપવામાં આવ્યો છે. નદી કિનારે વસેલા દેશના અન્ય તમામ શહેરો માટે આ એક સારું ઉદાહરણ બની શકે છે રાષ્ટ્રપતિએ કહ્યું કે સરદાર પટેલે સ્વતંત્ર ભારતને તેનું એકીકૃત સ્વરૂપ આપ્યું અને વહીવટનો પાયો મજબૂત કર્યો. નર્મદા કિનારે તેમની પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’, જે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા છે, તે તેમની સ્મૃતિમાં કૃતજ્ઞ રાષ્ટ્ર તરફથી એક નાનકડી ભેટ છે. ભારતના લોકોના હૃદયમાં તેમની પ્રતિષ્ઠા તેનાથી પણ ઊંચી છે.ગુજરાતની વિવિધતામાં એકતાના દર્શન થયાં છે. સોમનાથ આક્રમણ હોય કે ભૂકંપ પછી બેઠું થયેલું ગુજરાત ખમીરવતું છે. ગુજરાતમાં વિકાસમાં તમામ મંત્રી, પૂર્વ મંત્રી, સી.એમ,પૂર્વ સી.એમ.ને અભિનંદન આપું છું.આઝાદીના સંઘર્ષનું ગુજરાત સાક્ષી છે.