નવી દિલ્હી: આવતા વર્ષે અમેરિકામાં (America) રાષ્ટ્રપતિ (President) પદ માટેની ચૂંટણી (Election) યોજાવા જઈ રહી છે. આ માટે અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે સ્પર્ધા જોવા મળી રહી છે. ત્યારે આ વચ્ચે ભારત માટે એક મોટાં સમાચાર સામે આવ્યા છે. અમેરિકામાં રાષ્ટ્રપતિ પદ માટે કેટલાક ભારતીય-અમેરિકન નેતાઓએ પણ એપ્લાય કર્યું છે. આ માટે ભારતીય અમેરિકન વિવેક રામાસ્વામી, નિક્કી હેલી અને હર્ષવર્ધન સિંહ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સામે ચૂંટણી લડશે. જો કે તમામ કાનૂની પડકારો છતાં ટ્રમ્પ 2024 માટે રિપબ્લિકન પાર્ટીના નોમિનેશનની રેસમાં આગળ છે. રિપબ્લિકન તેમના પક્ષના આગામી પ્રમુખપદના ઉમેદવારને ઔપચારિક રીતે પસંદ કરવા માટે આગામી જુલાઈમાં મિલવૌકી, વિસ્કોન્સિનમાં રાષ્ટ્રીય સંમેલન યોજશે.
રાષ્ટ્રપતિ પદ માટે દાવો કરનારાઓ વિશે જાણવા જેવી કેટલીક ખાસ વાતો-
નિક્કી હેલી
ભારતીય મૂળની રિપબ્લિકન નેતા નિક્કી હેલી બે વખત સાઉથ કેરોલિનાના ગવર્નર અને સંયુક્ત રાષ્ટ્રમાં અમેરિકાના ભૂતપૂર્વ રાજદૂત રહી ચૂક્યા છે. નિક્કી હેલી ત્રીજી ભારતીય-અમેરિકન છે જે સતત ત્રણ ચૂંટણીમાં યુએસ પ્રમુખપદ માટે લડી રહી છે. આ પહેલા બોબી જિંદાલ 2016માં અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં અને 2020માં ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસે ભાગ લીધો હતો.
હેલી 1960નાં દાયકામાં પંજાબથી કેનેડા અને પછી યુએસ ગયા હતા. 39 વર્ષની ઉંમરે જ્યારે તેણીએ જાન્યુઆરી 2011 ગવર્નરનું પદ સંભાળ્યું ત્યારે તે યુ.એસ.માં સૌથી નાની વયની ગવર્નર હતી અને દક્ષિણ કેરોલિનાના પ્રથમ મહિલા ગવર્નર તરીકે ઇતિહાસ રચ્યો હતો. તે રાજ્યની પ્રથમ ભારતીય-અમેરિકન ગવર્નર હતી અને બે ટર્મ માટે તે પદ પર સેવા આપી હતી. જાન્યુઆરી 2017 થી ડિસેમ્બર 2018 સુધી, તેમણે સંયુક્ત રાષ્ટ્રમાં યુએસના 29મા રાજદૂત તરીકે સેવા આપી હતી.
વિવેક રામાસ્વામી
ભારતીય-અમેરિકન ઉદ્યોગસાહસિક વિવેક રામાસ્વામીએ ફેબ્રુઆરીમાં 2024ની રાષ્ટ્રપતિની ચૂંટણી માટે તેમની ઉમેદવારીની જાહેરાત કરી છે. તેણે રિપબ્લિકન પાર્ટીમાં બહારના વ્યક્તિ તરીકે પ્રવેશ કર્યો હતો, પરંતુ હવે તે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ફ્લોરિડાના ગવર્નર રોન ડીસેન્ટિસને પાછળ રાખીને ત્રીજા નંબરે પહોંચી ગયો છે.
હેલ્થકેર અને ટેક્નોલોજી ઉદ્યોગસાહસિક વિવેક રામાસ્વામીને રિપબ્લિકન પાર્ટીના 9 ટકા નેતાઓનું સમર્થન છે. તે જ સમયે, ટ્રમ્પને 47 ટકા વોટ મળ્યા, જે ડીસેન્ટિસના 19 ટકાથી ઘણા વધારે છે. રામાસ્વામીનો જન્મ સિનસિનાટી, ઓહિયો, યુએસએમાં થયો હતો. તેમના માતા-પિતા કેરળના પલક્કડથી અમેરિકા ગયા હતા. તેમના પિતાનું નામ ગણપતિ રામાસ્વામી છે, જેઓ વ્યવસાયે એન્જિનિયર હતા. તેમની માતા, ગીથા રામાસ્વામી, વ્યવસાયે મનોચિકિત્સક હતા. વિવેકની પત્ની અપૂર્વા તિવારી ઓહિયો સ્ટેટ યુનિવર્સિટીના વેક્સનર મેડિકલ સેન્ટરમાં આસિસ્ટન્ટ પ્રોફેસર અને સર્જન છે.
હર્ષવર્ધન સિંહ
ભારતવંશી હર્ષવર્ધન સિંહ પણ અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણીની રેસમાં જોડાયા છે. એરોસ્પેસ એન્જિનિયર હર્ષ વર્ધને એક વીડિયોમાં જણાવ્યું હતું કે તે જીવનભર રિપબ્લિકન રહ્યો. તેણે હંમેશા અમેરિકા ફર્સ્ટની નીતિ હેઠળ કામ કર્યું છે. વીડિયોમાં સિંહે આગળ કહ્યું કે છેલ્લા કેટલાક વર્ષોમાં ઘણા બદલાવ આવ્યા છે. અમેરિકન મૂલ્યો સ્થાપિત કરવા માટે મજબૂત નેતૃત્વની જરૂર છે. આ કારણે મેં યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકાના રાષ્ટ્રપતિ માટે રિપબ્લિકન પાર્ટીના નોમિનેશન માટે લડવાનું નક્કી કર્યું છે.
સિંઘ 2017 અને 2021માં ન્યૂ જર્સીના ગવર્નરશિપ માટે, 2018માં હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવની બેઠક માટે અને 2020માં રિપબ્લિકન પ્રાઈમરીઝમાં સેનેટ માટે ચૂંટણી લડ્યા હતા, પરંતુ રિપબ્લિકન નોમિનેશન જીતવામાં નિષ્ફળ રહ્યા હતા.